PM મોદી મંગળવારના દિવસે પૂર્વોત્તર ભારતની બે દિવસની યાત્રા પર જવાના છે. આ સમયે તે ત્રણ રાજ્યોમાં બનેલી નવી સરકારોના શપથ ગ્રહણ સમારોહમાં શામેલ થશે. મહત્વનું છે કે ભાજપ ગઠબંધનની સરકાર મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં વાપસી કરશે.
આસામના સ્વાસ્થ્ય મંત્રી કેશવ મહંતે જણાવ્યું કે મંત્રી મંડળની બેઠક કરવામાં આવશે. ત્યાર બાદ PM મોદી મંગળવારની સવારે મેઘાલય માટે રવાના થશે. એનપીપીની આગેવાની વાળી મેઘાલય લોકતાંત્રિક ગઠબંધનને રાજ્યમાં ફરી સરકાર ગઠનનો દાવો કર્યો છે. આ ગઠબંધનની આગેવાની કોનરાડ સંગમા છે અને તેમની પાસે 32 ધારાસભ્યનું સમર્થન છે. જણાવી દઈએ કે અહીં ભાજપ આ ગઠબંધનનો ભાગ અને રાજ્યમાં ફરી સરકાર બનાવવાનો દાવો કરી ચુકી છે. ત્યાં જ ભાજપ પાસે એક મંત્રિપદ પણ આવશે.
મહંતના જણાવ્યા અનુસાર મેઘાલયમાં શપશ ગ્રહણ સમારોહમાં ભાગ લીધા બાદ PM મોદી નાગાલેન્ડની રાજધાની કોહિમા માટે રવાના થશે. આ સમયે રાજ્યમાં એનડીપીપી અને ભાજપ ગઠબંધન વાળી નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં શામેલ થશે. નાગાલેન્ડમાં એનડીપીપી અને ભાજપને કુલ 60માંથી 37 સીટો મળી છે.
મહંત અનુસાર PM મોદી કાલે સાંજે પાંચ વાગ્યે ગુવાહાટી પરત ફરશે અને તે પોણા સાત વાગ્યે રાજ્ય અતિથિ ગૃહમાં આસામ મંત્રિમંડળ સાથે બંઠકમાં ભાગ લેશે. ત્યાર બાદ PM મોદી બુધવારે ત્રિપુરા પહોંચશે. ત્યાં તે માનિક સાહા સરકારના શપશ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે. શપથ ગ્રહણ સમારોહના પુરા થયા બાદ PM મોદી દિલ્હી પરત ફરશે. ત્રિપુરામાં સાહાને ભાજપ ધારાસભ્યના નેતા જાહેર કરવામાં આવ્યા છે.






