માઈક્રોસોફ્ટના ફાઉન્ડર અને અબજોપતિ બિલ ગેટ્સ હાલમાં ભારતમાં છે. તેમણે તાજેતરમાં આનંદ મહિન્દ્રાની ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર ટ્રિઓ ચલાવી હતી. બિલ ગેટ્સે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં મહિન્દ્રાની ઈલેક્ટ્રિક રિક્ષાના ભારત દ્વારા વખાણ કરવામાં આવ્યા છે.
બિલ ગેટ્સ હરિયાણા નંબર પ્લેટથી સજ્જ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલરને ખૂબ જ ઉત્સાહથી ચલાવતા જોવા મળે છે. આ વીડિયોને કેપ્શન આપતા બિલ ગેટ્સે લખ્યું છે કે ઈનોવેશનના મામલે ભારતનું પેશન લેવલ ઘણું ઊંચું છે. મેં ઇલેક્ટ્રિક રિક્ષા ચલાવી જે 131 કિમી (લગભગ 81 માઇલ) સુધી મુસાફરી કરવા અને 4 લોકોને લઈ જવા માટે સક્ષમ છે. મહિન્દ્રા જેવી કંપનીઓ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના ડીકાર્બોનાઇઝેશનમાં ફાળો આપે છે તે જોવું પ્રેરણાદાયક છે. આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર પર બિલ ગેટ્સનો વીડિયો શેર કરીને આનંદ મહિન્દ્રાનો આભાર વ્યક્ત કર્યો હતો. આનંદ મહિન્દ્રાએ કહ્યું ચલતી કા નામ ગાડી. બિલ ગેટ્સ આ વખતે તમને ટ્રિઓ પર સવારી કરતા જોઈને મને આનંદ થયો. હવે તમારો એજન્ડા સચિન તેંડુલકર સાથે રેસ કરવાનો છે.