રાજકોટમાં ધુળેટીના પર્વ પર નદીમાં ન્હાવા પડેલા યુવકનું મોત થયાની ઘટના સામે આવી છે. જેને પગલે ફાયર બ્રિગેડે મૃતદેહને બહાર કાઢ્યો હતો. યુવાનોના પરિવારમાં જાણ થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ આજે બપોરે ધૂળેટી રમ્યા બાદ એક યુવક આજીડેમમાં ન્હાવા પડ્યો હતો. અને ડુબી ગયો હતો. જેને પગલે સ્થાનિકોએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. પોલીસ ફાયર બ્રિગેડના કાફલા સાથે આજીડેમમાં પહોંચી હતી અને મૃતદેહને રેસ્ક્યુ કરી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.