બોલિવુડ જગતમાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. એક્ટર અનુપમ ખેરે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે જાણીતા ડાયરેક્ટર સતીશ કૌશિકનું નિધન થયું છે.
બોલિવુડના પ્રખ્યાત એક્ટર અને જાણીતા ડાયરેક્ટર સતીશ કૌશિકનું 67 વર્ષની વયે નિધન થયું છે. જે અંગે તેમની નજીકના મિત્ર અને અભિનેતા અનુપમ ખેરે ટ્વિટ કરીને આ દુઃખદ સમાચારની જાણકારી આપી છે. તેઓએ ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘હું જાણું છું કે મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પણ મે સપનામાં પણ વિચાર્યું ન હોતું કે હું જીવતો રહીને મારા ખાસ મિત્ર સતીશ કૌશિક વિશે આ લખીશ.’
વધુમાં અનુપમ ખેરે લખ્યું કે ’45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ. Life will NEVER be the same without you SATISH ! ઓમ શાંતિ. તમને જણાવી દઇએ કે, સતીશ કૌશિકે 67 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. અનુપમ ખેરે પોતાના મિત્રને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, સતીશ, તારા વિના જીવન સરખું નહીં ચાલે.