Friday, September 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજથી નાફેડ 3 કેન્દ્રોમાં 9 રૂપિયે કિલો ડુંગળીની કરશે ખરીદી

ભાવનગરના મહુવા, ગોંડલ અને પોરબંદરમાં ડુંગળીની ખરીદી શરૂ કરશે

aaspassdaily by aaspassdaily
2023-03-09 10:17:16
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

એક તરફ ખેડૂતોને ભાવની ભાંજગડ સતાવતી હતી ત્યારે ઉપરથી કમોસમી વરસાદનો માર પડ્યો. આ સંજોગોમાં પાક ક્યાં સાચવવો તે સવાલે ધરતીપુત્રોની ઊંઘ હરામ કરી નાખી. જો કે, હવે મોડે મોડે કેન્દ્ર સરકાર ડુંગળઈ પકવતા ખેડૂતોની વહારે આવી છે, કેન્દ્ર સરકારે નાફેડને ડુંગળી ખરીદવાનો આદેશ આપ્યો છે.
રાજ્યમાં છેલ્લાં ઘણા સમયથી બટાકા અને ડુંગળી પકવતા ખેડૂતો મુસીબતમાં મુકાયા છે, કેમ કે, ખેડૂતોએ પોતાનો ડુંગળી અને બટાકા જેવો પાક બજારમાં મૂકવાનું શરૂ કર્યું કે તરત જ ભાવ ગગડવા લાગ્યા. બટાકા અને ડુંગળીના ભાવ માર્કેટયાર્ડમાં ત્યાં સુધી ગગડી ગયા કે, પોતાનો પાક વેચવા આવનારા ખેડૂતોને પૈસા મળવાના બદલે ઘરના પૈસા જોડવાના થયા, આમ મહામહેનતે પકવેલો પાક લાભ કરાવાવના બદલે ખોટના ખાડામાં ઉતારતો ગયો. જો કે, હવે કેન્દ્ર સરકાર ખેડૂતોની વહારે આવી છે, રાજ્યસરકારની વિનંતી બાદ કેન્દ્ર સરકારે શનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ એટલે કે, (નાફેડ)ને ગુજરાતમાં ડુંગળીના ઘટતા ભાવના મુદ્દાને ઉકેલવા માટે ખરીફ ડુંગળીની ખરીદી કરવાનો આદેશ આપ્યો છે.
સરકારની જાહેરાતના પગલે આજથી નાફેડ ગુજરાતના ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદવાનું શરૂ કરશે, ગ્રાહક બાબતોના વિભાગે નાફેડને ગુજરાતના ત્રણ મુખ્ય બજારોમાંથી ડુંગળીની ખરીદી શરૂ કરવા નિર્દેશ આપ્યો છે. નાફેડ ભાવનગરના (મહુવા), ગોંડલ અને પોરબંદરમાં ડુંગળીની ખરીદી શરૂ કરશે અને જરૂર પડશે તો સમયાંતરે વધુ ખરીદ કેન્દ્રો પણ ખોલવામાં આવશે. સરકારના આ નિર્ણયની પર એન.એચ.આર.ડી.એફના ડાયરક્ટેર પ્રશંસા કરી છે
નાફેડ ખેડૂતો પાસેથી 9 રૂપિયે કિલો ડુંગળી ખરીદવાનું છે, ત્યારે વેપારીઓમાં એ ચિંતા પણ ઊભી થઈ છે કે, અત્યાર સુધી ખેડૂતો પાસેથી 2 રૂપિયે કિલોના ભાવે ડુંગળી ખરીદી ચૂકેલા વેપારીઓ ક્યાંક નકલી ખેડૂત બનીને પોતાનો માલ નાફેડને ન પધરાવી દે. બજારની બાબતોના જાણકારો એ બાબતે પણ નાફેડને તકેદારી રાખવાની ચેતવણી આપી રહ્યા છે . બજારના નિષ્ણાતો માને છે કે, નાફેડ દ્વારા ડુંગળીની ખરીદી થતાં અંતે ખુલ્લાબજારના વેપારીઓમાં પણ ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદવા સ્પર્ધા વધશે જેનો ફાયદો પણ ખેડૂતોને મળશે, નાફેડ રેલવે દ્વારા માલ ઉપાડતા હોવાથી તેનો ફાયદો ખેડૂતોને તો થશે જ સાથે ગુજરાતમાંથી ખરીદેલી ડુંગળી અન્ય રાજ્યોમાં વેચતાં નાફેડને પણ ફાયદો થશે. આમ, હવે નાફેડ ખેડૂતોની વહારે આવી રહ્યું છે ત્યારે ડુંગળી ખરીદીની આખી પ્રક્રિયામાં ક્યાંક વેપારીઓ ગોલમાલ કરીને લાભ ન ખાટી જાય અને સાચા ખેડૂતો લાભથી વંચિત ન રહે તે માટે નાફેડ અને ખુદ ખેડૂતોએ જ તકેદારી રાખવી પડશે.

Previous Post

મોદી અને વડાપ્રધાન એન્થોની પહોંચ્યા નમો સ્ટેડિયમ

Next Post

છ કલાકમાં 6,360 રોટલા નો રેકોર્ડ

aaspassdaily

aaspassdaily

Related News

ગાંધીનગરમાં 700થી વધુ દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન
તાજા સમાચાર

ગાંધીનગરમાં 700થી વધુ દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન

September 18, 2025
ટ્રમ્પનો મોટો નિર્ણય, ANTIFA ને મુખ્ય આતંકી સંગઠન જાહેર કર્યું,
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પનો મોટો નિર્ણય, ANTIFA ને મુખ્ય આતંકી સંગઠન જાહેર કર્યું,

September 18, 2025
રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આક્ષેપો વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે વોટ ચોરી કેસ: હાઇકોર્ટે જીત રદ કરી
તાજા સમાચાર

રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આક્ષેપો વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે વોટ ચોરી કેસ: હાઇકોર્ટે જીત રદ કરી

September 18, 2025
Next Post
છ કલાકમાં 6,360 રોટલા નો રેકોર્ડ

છ કલાકમાં 6,360 રોટલા નો રેકોર્ડ

માર્કેટમાં આવી ગઈ કેસર

માર્કેટમાં આવી ગઈ કેસર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.