મોદી સ્ટેડિયમમાં ભીડ જામી છે પરંતુ અસલી નજારો તો સ્ટેડિયમની અંદર જામ્યો હતો. મેચ પહેલા મેદાન પર ગરબા રમવામાં આવ્યા હતા. ગ્રાઉન્ડ પર ઓપનિંગ સેરેનમીમાં કલાકારો દ્વારા ગરબા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત સામેની શ્રેણીમાં અંતિમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું.
મેચ દરમિયાન અદભૂત દ્રશ્યો જોવા મળ્યાં. બંને દેશોના નેતાઓએ રથ પર સવાર થઈને ગ્રાઉન્ડમાં ફર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એંથોની એલ્બનીઝ મેદાનમાં લોકોનું અભિવાદન કરતા નીકળ્યા ત્યારે સ્ટેડિયમમાં ચારેતરફથી ચીચીયારીઓ થઈ હતી. બંને નેતાઓએ દર્શકોનું અભિવાદન ઝીલ્યુ હતું.. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હોલ ઓફ ફ્રેમ નામે ખાસ તસવીરી પ્રદર્શન લગાવાયું છે. ત્યારે પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમ એંથોની એલ્બનીઝે આ પ્રદર્શન સાથે ફરીને નિહાળ્યુ હતું.