૧લી એપ્રિલ પહેલા તમામ વિગતો-ડેટા મોકલી આપવા આદેશોઃ હવે નોટરાઇઝડ નહિ ઓરીજીનલ સર્ટિફીકેટ દેવુ પડશે : માન્ય તમામ અખબારોનું ફરજીયાત ડેકલેરેશન કરવાનું રહેશે
રાજકોટ જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબૂએ શહેર – જીલ્લામાંથી બહાર પડતા અખબારો અંગે પત્રકારો સમક્ષ આજે મહત્વની વિગતો જણાવી હતી.
તેમણે જણાવેલ કે દિલ્હી ‘RNI’ માંથી એક ખાસ પત્ર આવ્યો છે, કે શહેર – જીલ્લામાં બોગસ અખબાર બહાર પડે છે કે કેમ તેનું વેરીફિકેશન કરો અને ૧લી એપ્રિલ સુધીમાં તમામ વિગતો-ડેટા મોકલી આપવા સૂચના અપાઇ છે.
કલેકટરે જણાવેલ કે માન્ય તમામ અખબારોનું ફરજીયાત ડેકલેરેશન કરવાનું રહેશે. તેમજ હવે નોટરાઇઝડ નહિ પરંતુ ઓરીજીનલ સર્ટિફીકેટ દેવું પડશે.