ભાવનગર, તા.૧૦
ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર સમાચાર તથા રોટરી કલબ રોયલના સહયોગથી જ્ઞાનગુરૂ વિદ્યાપીઠ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવા તા.૧૫ થી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન સંપૂર્ણ બોર્ડના માહોલ સાથે રિસિપ્ટ, ખાખી સ્ટીકર, બારકોડ સ્ટીકર, સ્ક્વોર્ડ, બેઠક વ્યવસ્થા અને બોર્ડ જેવું જ રિઝલ્ટ સાથે મોક એક્ઝામનું આયોજન કરાયેલ. આ આયોજનમાં ૧૧૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓએ સંપૂર્ણ બોર્ડ માહોલમાં મોડ એક્ઝામ આપી બોર્ડ માટે સજ્જ થયેલા.
આ મોક એક્ઝામનું પરિણામ તા.૬ને સોમવારે પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાના અધ્યક્ષસ્થાને જાહેર કરાયેલ જેમાં ૧૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ વિશાળ સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા. આ ઇનામ વિતરણમાં રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના તરૂણભાઇ વ્યાસ, રોટરી કલબના પ્રેસિડેન્ટ ધર્મવિરસિંહ સરવૈયા તથા એમજીટી જ્ઞાનગુરૂના સંચાલક મનહરભાઇ રાઠોડની ઉપÂસ્થતિમાં ઇનામ વિતરણ તથા પરીક્ષાની અંતિમ સમયની કાળજી અંગેનો સમારંભ યોજાઇ ગયો. આ સમારંભમાં પૂર્વ સાંસદ રાણાએ વિદ્યાર્થીઓને માર્કસની સાથે જીવનની-વ્યવસાયની સ્કીલ ઘડવા પર ભાર આપવા જણાવેલ. ઉપરાંત બોર્ડની પરીક્ષાની તૈયારી સ્વસ્થતા સાથે કરવા જણાવેલ.
જ્ઞાનગુરૂના સંચાલક મનહરભાઇ રાઠોડે આત્મવિશ્વાસ સાથે બોર્ડની પરીક્ષા આપવા જણાવેલ તથા રાત્રે વધુ ઉજાગરા ના કરવા, પરીક્ષાના પેપર વખતે ક્વીક રિવિઝન પર ધ્યાન આપવું, કોઇપણ વિષયમાં મોસ્ટ ૈંસ્ઁ પ્રશ્નો હોય જ છે તે પ્રશ્નો પાસ કરી જવા, કોઇ પણ પેપર આપ્યા બાદ તે પેપર સોલ્વ કરવામાં સમય ન બગાડવા સલાહ આપેલ. ખાસ બોર્ડની પરીક્ષામાં આરોગ્ય ન બગડે તેવું જમવું, આવડતા પ્રશ્નોને પ્રથમ ન્યાય આપવો, સમયના કાંટા સાથે એક સરખી સ્પીડથી પેપર લખવો, સાવ નવી જ પેન લઇને પેપર આપવા ન જવું, પેન થોડી ચલાવીને પછી પેપરમાં લઇ જવી, પેપરમાં માત્ર જવાબો જ લખવો પ્રશ્નો લખીને સમય ન બગાડવો, વાલીઓએ બાળકોને હુંફ અને પ્રોત્સાહન આપવા વગેરે બાબતો પર માર્ગદર્શન આપેલ. રોટરી કલબ રોયલના પ્રેસિડેન્ટ ધર્મવિરસિંહે વિદ્યાર્થીઓને ખુબ સારા પરિણામ માટે શુભેચ્છાઓ પાઠવેલ. આ પરીક્ષામાં ઝડફિયા બંશીએ પ્રથમ ક્રમાંક, ત્રિવેદી દ્રષ્ટીએ દ્વિતીય ક્રમાંક, જ્યારે ભટ્ટ ધ્વનીએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ. આ ત્રણેય વિદ્યાર્થીઓને સાયકલ, શીલ્ડ દ્વારા ઉપÂસ્થત મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવેલ. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ પુરેપુરા ગુણ પ્રાપ્ત કર્યાં અથવા કોઇપણ વિષયમાં હાઇએસ્ટ ગુણ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવેલ.