
જિલ્લા શિક્ષણ સમિતિ ભાવનગર પ્રેરિત જીએમડીસી ભાવનગરના સહયોગથી આયોજિત સ્પોર્ટ્સ મીટ 2023 સ્પોર્ટસ કોમ્પ્લેક્સ સીદસર ખાતે આજે યોજાયેલ. ભાવનગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની વિવિધ રમતોમાં રહેલી કૌશલ્ય કળાને બહાર લાવવા સ્પોર્ટસ મીટ માધ્યમ બનેલ. આ પ્રસંગે સાંસદ ડો. ભારતીબેન શિયાળ અધ્યક્ષ સ્થાને રહેલ.

તેમણે ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ચેરપર્સન કમુબેન ચૌહાણ, ડીડીઓ પ્રશાંત જીલોવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.કે. વ્યાસ વિગેરેની ઉપસ્થિતી રહી હતી.

			
                                
                                

