રોબીન હુડ આર્મી એકેડમી દ્વારા બા, બહુ, બેબી શીર્ષક તળે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દિકરીઓ-મમ્મીઓ તથા દાદીમા સૌએ મળી વિવિધ ગેમ રમી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. અંતમાં વિજેતાઓને ગીફ્ટ, એકેડેમીના બધા બાળકોને કંપાસ બોક્સ તેમજ દાદીમાઓને શલ ઓઢાડી સન્માનિત કરાયા હતાં. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મળી ૧૦૦ વ્યક્તિઓને પાંઉભાજી જમાડવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં રોબીન હુડ આર્મીના સભ્યો ઉત્સાહભેર જાેડાયા હતાં.