
ફોરેસ્ટ વિભાગના આરએફઓ સહિત ટીમ દ્વારા થોડા સમય પહેલા વાડી વિસ્તારમાં પીજરુ મુકયુ હતુ આજે પીજરામાં દીપડો પુરાઈ જતા જેસર રેન્જ ફોરેસ્ટ ઓફિસર આરએફઓ એન. આર વેગડા, જે .પી. જોગરાણા, સંજયભાઈ, મયુરભાઈ સહિત ટીમ દોડી જઇ પીજરામા પુરાયેલ દિપડાનુ રેસ્કયુ હાથ ધરી સહી સલામત રાણી ગાળા ખાતે ખસેડવા રવાના થયા હતા.
આ અંગે જેસર ફોરેસ્ટ વિભાગના જે,પી, જોગરાણાએ સમર્થન આપેલ. માતલપર ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ ભીખુભાઇ ભાલીયા અને ટીમના જણાવેલ મુજબ થોડા દિવસ અગાઉ દિપડાએ વાડી વિસ્તારમા એક પશુનુ અને ખેડૂતની પાડીનુ મારણ કરેલ અને દિપડાની રંજાડના કારણે ગામના ખેડૂતો, શ્રમિકો, વિધાર્થીઓ વાડી વિસ્તાર સીમમાં જતા -આવતા ડરતા હતા અને દિપડાના ડરના કારણે વિધાર્થીઓ શાળામાં જવા પણ ડરી રયા હતા જેથી ગ્રામ પંચાયત સરપંચ ભરતભાઈ ભાલીયાએ ફોરેસ્ટ વિભાગને જાણ કરેલ અને તાત્કાલિક દિપડો ઝડપી અન્ય જગ્યાએ ખસેડવા માંગ કરાઈ હતી ત્યાર બાદ આરએફઓ એન. આર. વેગડા, જે. પી. જોગરાણાના માર્ગદર્શન અનુસાર માતલપર ગામે વાડી વિસ્તારમાં તાત્કાલિક પીજરુ ગોઠવવામાં આવેલ અને ફોરેસ્ટ વિભાગ ટીમ સત્તત મહેનત કરી પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન આજે ખોરાકની સુગંધને કારણે દિપડો પીજરે પુરાયો હતો. ફોરેસ્ટ વિભાગ ટીમ તાત્કાલિક માતલપર ગામે વાડી વિસ્તારમા પહોંચી રેસ્કયુ હાથ ધરી સહી સલામત પીજરામાં પુરાયેલ દિપડા સાથે પીજરુ ફોરેસ્ટ વિભાગના વાહનમા ડોક્ટર ટીમ દ્વારા દિપડાને જરૂરી સારવાર તપાસ કરી રાણી ગાળા મુકવા રવાના થયેલ.







