બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પ્રેક્ટીસ કરતા વકિલો માટે નવો નિયમ અમલમાં મુક્યો છે. હવેથી ભારતમાં વિદેશી વકીલ પણ નોંધણી કરી શકશે તેમજ પ્રેક્ટીસ કરી શકશે. સાથે જ વિદેશી કાયદાકીય સંસ્થાઓ ખોલવા માટે સંમત દાખવી છે. વકીલોની વૈધાનિક સંસ્થાએ ભારતમાં વિદેશી વકીલો અને કાયદાકીય સંસ્થાઓની નોંધણી માટે માર્ગદર્શિકા રજૂ કરી છે.
તાજેતરના નિયમો મુજબ વિદેશી વકીલો અને કાયદાકીય સંસ્થાઓને ભારતમાં આંતરરાષ્ટ્રીય કાયદા અને આંતરરાષ્ટ્રીય વકીલાતની પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ વિદેશી વકીલો અથવા વિદેશી કાયદાકીય સંસ્થાઓ જ્યાં સુધી તેઓ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં નોંધાયેલા ન હોય ત્યાં સુધી તેઓ ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે હકદાર નથી. સાથે જ તેઓ કોર્ટમાં હાજર નહિ રહી શકે પણ નાણાકીય વ્યવહાર, સલાહ, સૂચન અને અન્ય કામ કરી શકશે.