ભાવનગર, તા.૧૭
સુરત રાંદેર રોડ પર આવેલ માસમા ગામ ખાતેની પ્રિન્સ ઈંગ્લિશ મીડિયમ સ્કુલનો વિદ્યાર્થી પવનક્ષ પટેલે ઓસ્ટ્રેલીયામાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. ઓસ્ટ્રેલીયાના મેલ્બોર્ન જીલોગ ખાતે સાઉથ બેરોહની ક્રિકેટ કલબમાં પવનક્ષ પટેલની પસંદગી થઈ છે. કલબની પ્રવેશની પહેલી મેચમાં પ્રથમ દડે જ પવનક્ષે વિકેટ લીધી હતી ત્યારબાદ સમ્રગ મેચ દરમિયાન ૪૫ રન આપી ૧૧ વિકેટ ઝડપી હતી જેનો સ્ટ્રાઈક રેટ ૧૩ઃ૦ હતો જે સર્વશ્રેષ્ઠ હતો આથી પવનક્ષને મેચ ઓફ ધ મેચનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આગામી ઓકટોબર માસમાં ઓસ્ટ્રેલીયાના મેલબોર્નમાં રમાનારી ટુર્નામેન્ટમાં તેની ફરી પસંદગી થઈ છે.
આ અવસરે ટ્રસ્ટનાં ચેરમેન અને પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામભાઈ પરમારે તેનું સ્વાગત કરી અન્ય વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે ખેલકૂદમાં પણ આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હતું. આ કાર્યક્રમમાં મધુબેન, લંડનથી રીનાબેન, પ્રદીપકુમાર, સરિનકુમારી, મહેન્દ્રભાઈ ચૌહાણ, કેમ્પસ ડાયરેકટર અર્ચનાબેન રાવલ, પ્રાથમિક વિભાગના આચાર્ય સુરેશ ગરિકીના તથા માધ્યમિક વિભાગના આચાર્ય કમલેશ પટેલ વિગેરે હાજર રહ્યા હતા.