Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર

પ્રેમ લગ્નમાં દીકરીના માતા-પિતાની સહી ફરજિયાતનો કાનૂન બનાવો : વિધાનસભામાં માંગ

ગુજરાતમાં વધતા જતા ‘લવજેહાદ’ સામે આક્રોશ, કોંગ્રેસ અને શાસક પક્ષના ધારાસભ્યએ ગૃહમાં માંગણી કરી

aaspassdaily by aaspassdaily
2023-03-17 12:10:53
in સમાચાર
Share on FacebookShare on Twitter

ગાંધીનગર
ગુજરાતભરમાં વિવિધ સમાજોમાં પ્રવર્તતા લવ મેરેજ થકી છોકરીઓને ફસાવવાના સામાજિક મુદ્દાની ગુંજ આજે વિધાનસભામાં ઉઠી હતી. અત્યાર સુધી લવ જેહાદ થકી શહેરી વિસ્તારોમાં ચોકકસ વર્ગ સમૂહની છોકરીઓને ફસાવવામાં આવતી હતી, હવે આ સમસ્યા ગ્રામ્ય વિસ્તારો અને મોટા શહેરોથી નાના નગરો, ગામો, શહેરોમાં પ્રસરી છે. અગાઉ કોંગ્રેસ પક્ષના અને આજે શાસક પક્ષના ધારાસભ્યએ ગૃહમાં માંગણી કરી હતી કે, ગ્રામ્ય વિસ્તારોમાં એક ચોકકસ અને સુવ્યવસ્થિત રીતે છોકરીઓને ફોસલાવીને ફસાવવામાં આવે છે અને આવી ગેંગ બારોબાર બીજી જગાએ લવ મેરેજ રજિસ્ટ્રેશન કરાવે છે.ત્યારે આવા લવ મેરેજ વખતે માતા-પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ, તેવો સરકારે કાયદો બનાવવો જોઈએ.

વિધાનસભા ગૃહમાં આરોગ્ય પરિવાર કલ્યાણ તેમજ કાયદા વિભાગની માગણીઓ પર બોલતા કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, અમારા પંચમહાલ જિલ્લામાં અસામાજિક તત્વો છોકરીઓની નાદાનીનો દુરુપયોગ કરે છે. પહેલાં છોકરીઓને ફોસલાવીને ફસાવે છે અને પછી બીજા જિલ્લાઓમાં જઈ લગ્નની નોંધણી કરાવી દેતા હોય છે. આના કારણે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ર્નો ઉભા થાય છે. કેમ કે, આવા તત્વો ગુનાખોરી સાથે જોડાયેલા હોય છે. અસામાજિક -વિધર્મીઓ છોકરીઓને ‘ફસાવી’ને લગ્ન કરી તરછોડે છે! પરિવારોને સહન કરવાનં આવે છે અને છેલ્લે લવ મેરેજ કરનાર છોકરીને પણ પસ્તાવો થતો હોય છે.

ચૌહાણે કાયદામંત્રી ઋષિકેશ પટેલને ઉદ્દેશીને રજૂઆત કરી હતી કે, લવ મેરેજ સામે કોઈ વાંધો નથી, પરંતુ લગ્ન વખતે છોકરીના માતા-પિતાની પણ સહી હોય, જયાં જન્મી હોય એ ગામ, નગરમાં જ નોંધણી થાય તે ફરજિયાત કરતો કાયદો બનાવવો જોઈએ. તેમણે ગૃહ બહાર પત્રકારો સાથેની વાતચીતમાં આ મુદ્દે સ્પષ્ટ કર્યું કે, તેમણે ગૃહમાં બહેન દીકરીઓ કેવી રીતે સુરક્ષિત રહે તેના મુદ્દે ચોકકસ કાયદો બનાવવા માગ કરી હતી. ચૌહાણે એવું પણ સુચન કર્યું હતું કે, એક તરફ દીકરીઓની સંખ્યા ઘટી રહી છે ત્યારે આવી રીતે અસામાજિક તત્વો દ્વારા છોકરીઓને ફસાવવામાં આવે, પરિવારને અજાણ રાખી બારોબાર લગ્ન કરાવી લેતા હોય છે એનાથી પારિવારિક ઝઘડા પણ વધ્યા છે. અહીં નોંધવું જરૂરી છે કે, ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજોના આગેવાનો, કુદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહતના વગદાર આગેવાનો પણ આ મુદ્દે પોતાની ચિંતા વ્યકત કરી ચૂકયા છે.

Previous Post

ફરી વધી રહ્યા છે કોરોના કેસ: કેન્દ્ર સરકારનું વધ્યું ટેન્શન : ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં ઍલર્ટ

Next Post

BSF બાદ હવે CISFની ભરતીમાં અગ્નિવીરો માટે 10% અનામત

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
BSF બાદ હવે CISFની ભરતીમાં અગ્નિવીરો માટે 10% અનામત

BSF બાદ હવે CISFની ભરતીમાં અગ્નિવીરો માટે 10% અનામત

અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો, 1200 બેડની હોસ્પિટલમાં 18 બેડનો વોર્ડ કાર્યરત

અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો, 1200 બેડની હોસ્પિટલમાં 18 બેડનો વોર્ડ કાર્યરત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.