Mutual Fund Returns: મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે મોટા સમાચાર છે. મ્યુચ્યુઅલ ફંડના હાલના રોકાણકારો પાસે નોમિની નોમિનેટ કરવા અથવા આ વિકલ્પ પસંદ ન કરવા માટે 31 માર્ચ સુધીનો સમય છે. નોમિનેશન નહીં કરવા પર રોકાણકારોના એકાઉન્ટને બંધ કરી દેવામાં આવશે અને તેઓ તેમના રોકાણને ઉપાડી નહીં શકે. જે લોકો નોમિનેશન કરાવવા નથી માગતા તો તેમને ફંડ હાઉસિઝને ડિક્લેરેશન આપવું પડશે કે, તેમનો કોઈ નોમિની નથી. આ કારણે તે નોમિનેશનમાં ભાગીદારી નહીં લઈ શકતા.
રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ 15 જૂન, 2022ના રોજ એક સર્ક્યુલર બહાર પાડ્યો હતો, જેમાં મ્યુચ્યુઅલ ફંડ ગ્રાહકો માટે 1 ઓગસ્ટ, 2022ના રોજ કે પછી નોમિનીની વિગતો આપવી અથવા આ વિકલ્પ પસંદ ન કરવો તે ફરજિયાત બનાવ્યું હતું. બાદમાં છેલ્લી તારીખ બદલીને ઓક્ટોબર 2022 કરવામાં આવી હતી. હાલના તમામ મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ (જોઈન્ટ એકાઉન્ટ સહિત) માટેની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 સુધી લંબાવવામાં આવી છે. જો તમે આમ નહીં કરો તો એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી શકશો નહીં.
નિષ્ણાતોએ શું કહ્યું?
આ પગલા પાછળ સેબીનો હેતુ સમજાવતા આનંદ રાઠી વેલ્થ લિમિટેડના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) નિરંજન બાબુ રામાયણમે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ઘણા રોકાણ ખાતા હોઈ શકે છે, જે કોઈને નોમિની બનાવ્યા વિના ખોલવામાં આવ્યા હશે. જો ગ્રાહક સાથે કોઈ ઘટના બને છે તો, રૂપિયા નોમિનીને ટ્રાન્સફર કરી શકાય છે.
રોકાણકારો માટે તમામ મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં નોમિનેશન ફરજિયાત કરી દીધું છે. જો તમે ઓફલાઇન ફિઝિકલ ફોર્મ દ્વારા નોમિનેશન માટે અરજી કરો છો, તો તમારે તેના પર સહી પણ કરવી પડશે. આ સિવાય તમે ઓનલાઈન નોમિનેશન માટે ઈ-સાઈનનો વિકલ્પ પસંદ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, જોઈન્ટ એકાઉન્ટ ધરાવતા લોકોએ પણ નોમિનેશન કરવું પડશે.
એસઆઈપીના ફાયદા શું છે ?
નોંધનીય છે કે, ભવિષ્યને જોતા લોકો વિવિધ યોજનાઓમાં રોકાણ કરે છે. તેમને FD, PF અથવા અન્ય કોઈપણ યોજનાની સરખામણીમાં વધુ વળતર મળે છે. લોકો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. એવું પણ બન્યું છે જ્યારે લોકોને કેટલીક પોપ્યુલર SIP દ્વારા 12-14 ટકા વળતર મળ્યું હતું. એ પણ નોંધવું જોઈએ કે SIPમાં રોકાણ પણ જોખમી હોઈ શકે છે.