ટ્વિટરના માલિક એલન  મસ્કે ફરી મોટી જાહેરાત કરી છે. મસ્કે જણાવ્યું હતું કે 15 એપ્રિલથી ‘For You Recommendations’ ફીચરનો લાભ ફક્ત વેરિફાઈડ એકાઉન્ટ્સ જ લઈ શકશે. આ સિવાય ટ્વિટર પોલમાં એ યુઝર્સ જ વોટ કરી શકશે જેનું એકાઉન્ટ વેરિફાઈડ છે. મસ્કએ ટ્વિટ કરીને કહ્યું હતું કે સતત વધતા AI બોટ તોફાનને રોકવાનો આ એકમાત્ર રસ્તો છે.
નોંધનીય છે કે મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ ઘણા મોટા ફેરફારો કર્યા છે અને ખાસ બ્લુ ટિક માટે પેઇડ સર્વિસ શરૂ કરી. બ્લુ ટિક સિવાય, વેરિફાઈડ બેજ અન્ય ઘણા રંગોમાં ઉપલબ્ધ છે. આ સાથે જ એલન મસ્કે જાહેરાત કરી છે કે જેમણે પૈસા ચૂકવ્યા નથી અને તેમની પાસે વેરિફાઈડ હેન્ડલ છે, તેમની બ્લુ ટિક 1 એપ્રિલથી દૂર કરવામાં આવશે.
			

                                
                                



