રમઝાનના  પહેલા અઠવાડિયામાં મક્કામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 20 લોકોના મોત થયા છે. મૃતકો અલગ-અલગ દેશોના રહેવાસી છે.
મુસ્લિમ ધર્મમાં મક્કા મદીના પવિત્ર સ્થળ છે. દર વર્ષે લાખો લોકો અહીં જાય છે. સાઉદી રાજ્ય મીડિયાએ જણાવ્યું છે કે, યાત્રીઓને પવિત્ર શહેર મક્કા લઇ જઈ રહેલી એક બસ સોમવારે એક પુલ સાથે અથડાઈ હતી. અથડામણ બાદ બસમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 20 લોકોના મોત થયા છે અને બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માતમાં મૃત્યુઆંક 20 પર પહોંચી ગયો છે અને ઈજાગ્રસ્તોની કુલ સંખ્યા લગભગ 29 છે. રિપોર્ટ અનુસાર, બસ દુર્ઘટનામાં સામેલ પીડિત લોકો અલગ-અલગ દેશોના રહેવાસી છે. તેઓ કયા દેશના છે તે વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.
			

                                
                                



