Pomegranate Juice : દાડમનો જ્યૂસ પોષક તત્વોનો ખજાનો છે. તેનું સેવન સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. દાડમનો જ્યૂસ (Pomegranate Juice) પીવાથી શરીરમાં હિમોગ્લોબીનનું લેવલ બરાબર રહે છે. એનિમિયાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. શરીર એનર્જીથી ભરેલું રહે છે અને પાચનક્રિયા સ્વસ્થ રહે છે. દાડમનો જ્યૂસ વજન ઘટાડવામાં રામબાણની જેમ કામ કરે છે. આ જ કારણ છે કે દરેક વ્યક્તિને દાડમના જ્યૂસને આહારમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓ એવી હોય છે જ્યારે દાડમનો જ્યૂસ પીવો નુકસાનકારક (Pomegranate Juice side effects) હોઈ શકે છે. જાણો દાડમના જ્યૂસના પોઈન્ટ ટુ પોઈન્ટ ફાયદા અને ગેરફાયદા.
દાડમના જ્યૂસના ફાયદા
1. હેલ્થ એક્સપર્ટ મુજબ દાડમના જ્યૂસમાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ પોષક તત્વો મેટાબોલિઝમ અને પાચનને બરાબર રાખે છે અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
2. દાડમનો જ્યૂસ પાચન માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા ફાઈબર પાચનક્રિયાને સારી રાખે છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, દાડમમાં ઈમ્ફ્લામેટરી અને એન્ટિ-કેન્સરવાળા પ્રભાવ હોય છે. તેઓ આંતરડાને સ્વસ્થ રાખે છે અને પાચનતંત્રને સુધારે છે.
3. દાડમમાં પોલીફેનોલ નામના એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-ઇમ્ફ્લામેટરી ગુણો જોવા મળે છે. પોલીફેનોલ્સ શરીરમાં અનેક પ્રકારના સોજાને દૂર કરી શકે છે. રિસર્ચ મુજબ, તે ઇમ્ફ્લામેટરી બાઉલ ડિસિઝ, સંધિવા, મેટાબોલિક અને હૃદય સંબંધિત રોગોને મટાડી શકે છે.
4. દાડમમાં જોવા મળતા પોલીફેનોલ્સ પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે કેન્સરને રોકવામાં અસરકારક સાબિત થઈ શકે છે.
5. દાડમનો જ્યૂસ અલ્ઝાઈમરની સમસ્યાને ઓછી કરવામાં મદદરૂપ થઈ શકે છે.
6. હ્રદય રોગથી પીડિત લોકો માટે દાડમનો જ્યૂસ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે.
ક્યારે નુકસાનકારક સાબિત થઈ શકે છે દાડમનો જ્યૂસ
1. જો તમે ઈન્ફલ્યુએન્ઝા, ઉધરસ અને કબજિયાત જેવી સમસ્યાઓથી પરેશાન છો તો તમારે દાડમનો જ્યૂસ ન પીવો જોઈએ.
2. દાડમના જ્યૂસમાં કેટલાક એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે બ્લડ પ્રેશરને નુકસાન પહોંચાડે છે. જો તમે બીપીની દવા લઈ રહ્યા છો, તો દાડમનો જ્યૂસ ડોક્ટરની સલાહ પર જ લો.
3. જે લોકોને દાડમથી એલર્જી હોય તેમણે પણ તેના જ્યૂસથી બચવું જોઈએ.