શેરબજારમાં આ અઠવાડિયામાં ત્રણ દિવસ જ ટ્રેડિંગ થઈ શક્યું છે હવે બાકીના ત્રણ દિવસ માટે રજાઓ રહેશે. ચાલુ અઠવાડિયે મહાવીર જયંતિના કારણે મંગળવારે શેર બજાર, કોમોડિટી માર્કે, કરન્સી સહિતના માર્કેટ બંધ રહ્યા હતા. તો શુક્રવારે પણ ગુડ ફ્રાઇડેના કારણે માર્કેટમાં ટ્રેડિંગ થઈ શકશે નહીં.
શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ માર્કેટ બંધ રહેવાનું છે. શુક્રવારે ગુડ ફ્રાઈડે છે, જ્યારે બાકીના બે દિવસ વિકેન્ડ છે. જેના કારણે ત્રણ દિવસ સુધી બજારમાં ટ્રેડિંગ થશે નહીં. ચાલુ અઠવાડિયું ટ્રેડિંગ માટે ખૂબ જ નાનું રહ્યું છે. આમ જોવા જઈએ તો 2023ની શરૂઆતથી અત્યાર સુધીમાં શેરબજારની હાલત સારી ન કહી શકાય. સેન્સેક્સ આ સમયગાળા દરમિયાન 1000 પોઈન્ટ તૂટી ગયો હતો. જોકે, આ અઠવાડિયાના થોડા દિવસો દરમિયાન બજારમાં થયેલી ચહલપહલે રોકાણકારોને રાહત આપી છે. આ અઠવાડિયામાં નિફ્ટી અને સેન્સેક્સમાં ત્રણ ટકા જેટલો ઉછાળા જોવા મળ્યો છે.