અમદાવાદ-નિયમ પ્રમાણે જાહેર સ્થળોએ C.C.T.V કેમેરા કાર્યરત ના કરાતા દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વાકા આ મામલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા.
અમદાવાદ સીક્યુરીટી ગાર્ડ અને C.C.T.V કેમેરા કાર્યરત રાખવા આદેશ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત સિવાયના વિસ્તારમાં આવેલા જાહેર સ્થળોમાં સીક્યુરીટી ગાર્ડ અને C.C.TV કેમેરા કાર્યરત કરવા એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ આદેશ કર્યો છે.
દુકાનો, શોપીંગ મોલ્સ, કોર્મશિયલ સેન્ટરો, રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસ, લોજીંગ, બોર્ડીંગ, ધર્મશાળા, અતિથિગૃહ, પેટ્રોલ પંપ, ટોલ પ્લાઝા, બહુમાળી બિલ્ડીંગ, વિશ્રામ ગૃહ, અતિથી ગૃહ, વધારે ભીડભાડવાળા વગેરે
જાહેર સ્થળોએ સીક્યુરીટી ગાર્ડ રાખવા તેમજ C.C.TV લગાવવા આદેશ કર્યો છે. તમામ સ્થળોએ C.C.T.V રેકોર્ડિંગમાં ગાડીના નંબર દેખાય, ડ્રાઇવર તથા તેની બાજુમાં બેઠેલ વ્યક્તિનું રેકોર્ડિંગ થાય, C.C.T.V ચોવીસે કલાક કાર્યરત રાખવા તેમજ તેની જાળવણી પંદર દિવસ સુધી કરવી.
આ જાહેરનામું તા. ૦૮/૦૬/૨૦૨૩ સુધી અમલી આ આદેશનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ જાહેરનામામાં જણાવ્યું છે.





