Thursday, June 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર

એનિમલ કરૂણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ અને મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીની મુલાકાત લેતાં કલેકટરશ્રી

aaspassdaily by aaspassdaily
2023-04-14 15:18:05
in સમાચાર
Share on FacebookShare on Twitter

રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ જિલ્લાની કરૂણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ અને મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીની મુલાકાત કરી હતી. જેમાં કલેકટરે સ્વયં ૧૯૬૨માં કોલ કરીને એમ્બ્યુલન્સ કલેક્ટર ઓફીસે બોલાવી કામગીરીની સમીક્ષા કરી હતી. ૧૯૬૨ એમ્બ્યુલન્સ દ્વારા અપાતી સેવાની ઝીણવટભરી માહિતી મેળવી હતી. કોલનો તાત્કાલિક રીસ્પોન્સ મળતા કલેક્ટરશ્રીએ આરોગ્યકર્મીઓની સેવાની સરાહના કરી હતી.૧૯૬૨ એમ્બ્યુલન્સ તથા મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ જુદાજુદા પ્રકારની દવાઓ, અબોલ પશુઓને આપવામાં આવતી સારવાર, જરૂર પડયે પશુઓની સર્જરી કઈ રીતે થાય, સર્જરી માટેનાં આધુનિક સાધનો, કોલર રીસ્પોન્સ સહીતની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે કલેક્ટરશ્રીએ અબોલ અને નિરાધાર પશુની વધુ માં વધુ સુદ્રઢ સારવાર આપવામાં આવે તે માટે આરોગ્યકર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યના પશુપાલન વિભાગ અને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થના ઉપક્રમે રાજ્યભરમાં એનિમલ કરૂણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ અને મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી કાર્યરત છે, જે પશુઓને નિઃશુલ્ક આરોગ્ય સેવા પુરી પાડે છે. ૧૯૬૨ના જિલ્લા સુપરવાઈઝરશ્રી જયદેવભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં હાલ ૨ સહીત સમગ્ર ગુજરાતમાં હાલ ૩૭ જેટલી કરુણા ૧૯૬૨ એમ્બ્યુલન્સ, જયારે મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી એમ્બ્યુલન્સ રાજકોટ જિલ્લામાં ૧૯ સહીત ૪૬૦ કાર્યરત છે. રાજકોટ જિલ્લામાં ૧૯ મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી દ્વારા ૨૧૦ જેટલા ગામડાઓમાં પશુઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે. માર્ચ – ૨૦૨૩ માં ૧૯૬૨ એમ્બ્યુલન્સ દ્વારા ૫૧૪ પશુ સહીત અત્યાર સુધીમાં ૨૫,૯૨૨ તથા મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી એમ્બ્યુલન્સ દ્વારા માર્ચ – ૨૦૨૩માં ૭૫૬૬ પશુ સહીત અત્યાર સુધીમાં ૨,૬૩,૧૩૬ નિરાધાર અને અબોલ પશુઓને સારવાર આપવામાં આવી છે. જેમાં ૨૮૯૭૪ પશુઓને તાત્કાલિક ઈમરજન્સી સારવાર આપવામાં આવી છે. જેમાં ગાય, ભેંસ,બળદ, કૂતરા, બકરી, ઘેટાં,જેવા તમામ પશુનો સમાવેશ થાય છે.

Previous Post

અમદાવાદ- નિયમ પ્રમાણે જાહેર સ્‍થળોએ C.C.T.V કેમેરા કાર્યરત ના કરાતા દંડ

Next Post

અગ્નિશમન દિનસની ઉજવણી, મોડાસા ફાયર વિભાગ દ્વારા શહીદ ફાયર બ્રિગેડના જવાનોને અર્પી શ્રદ્ધાંજલિ

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગર

ઘોઘારોડ લક્ષ્મીનગરમાં યુવક પર 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે કરેલો હિચકારો હુમલો બહાર જવા મોટરસાયકલ ન આપવા બાબતની બોલાચાલીની દાઝ રાખી લોહિયાળ ખેલ ખેલાયો: ચારેય શખ્સો સામે ગુનો દાખલ

June 11, 2026
ભાવનગર

તળાજાના સથરાની ગર્ભવતી મહિલાને સાસરિયાંએ ઢીકા-પાટુનો માર માર્યો! પોલીસ ફરિયાદની દાઝ રાખી પતિ, જેઠ, જેઠાણી અને સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઇ તળાજા,તા.11 ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સથરા ગામે રહેતી ૨૩ વર્ષીય પરિણીતા કોમલબેન પ્રકાશભાઈ સોસાને અગાઉ સાસરિયાં વિરુદ્ધ કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરી, પતિ અને જેઠે બેફામ ઢીકાપાટુનો માર માર્યાની શરમજનક ઘટના સામે આવી છે. ભોગ બનનાર મહિલા દોઢ માસની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. તળાજા પોલીસ મથકમાં નોંધાવાયેલી ફરિયાદની વિગત મુજબ, કોમલબેને ગત તા. ૦૮/૦૬/૨૦૨૬ના રોજ સાસરિયાંઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેમના માતા તેમને સાસરે મૂકી ગયા હતા. બીજા જ દિવસે સવારે ૮ વાગ્યાના અરસામાં પતિ પ્રકાશ રતીભાઈ, જેઠ મુકેશ, જેઠાણી સુમિતાબેન અને સસરા રતીભાઈ સોસાએ એકસંપ થઈ ઝઘડો શરૂ કર્યો હતો. તેમણે ધમકી આપી હતી કે, “જો અગાઉ કરેલી ફરિયાદ પાછી નહીં ખેંચે તો તને જાનથી મારી નાખીશું.” ત્યારબાદ પતિ અને જેઠે પરિણીતાને બેરહેમીથી ઢીકાપાટુનો માર મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. પીડિતાએ રોડ પર જઈ અજાણ્યા વ્યક્તિના ફોનથી ભાઈને જાણ કરતા બહેને ૧૦૮ અને ૧૧૨ નંબર પર પોલીસને જાણ કરી હતી. ગંભીર હાલતમાં કોમલબેનને પ્રથમ તળાજા CHC અને વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં તબીબોએ તેમને પેટના ભાગે મૂઢ ઈજા થઈ હોવાનું જણાવ્યું છે. પોલીસે ચારેય સાસરિયાંઓ વિરુદ્ધ બીએનેસની કલમ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) અને ૫૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ળાજાના સથરાની ગર્ભવતી મહિલાને સાસરિયાંએ ઢીકા-પાટુનો માર માર્યો! પોલીસ ફરિયાદની દાઝ રાખી પતિ, જેઠ, જેઠાણી અને સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઇ

June 11, 2026
ગોપનાથ મહાદેવના દર્શને આવેલા યાત્રાળુઓ પર હુમલો કરનાર ચાર આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા બોલેરો ગાડીથી સ્ટંટ કરવાની ના પાડતા શખ્સોએ કર્યો હતો હુમલો: દાઠા પોલીસ અને અમરેલી SOGની સંયુક્ત કાર્યવાહી
ભાવનગર

ગોપનાથ મહાદેવના દર્શને આવેલા યાત્રાળુઓ પર હુમલો કરનાર ચાર આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા બોલેરો ગાડીથી સ્ટંટ કરવાની ના પાડતા શખ્સોએ કર્યો હતો હુમલો: દાઠા પોલીસ અને અમરેલી SOGની સંયુક્ત કાર્યવાહી

June 11, 2026
Next Post
લખતર ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતું પાણી મામલતદાર કચેરી સુધી પહોંચતું જ ન હોવાથી મામલતદાર કચેરી દ્વારા પાણીનું ટેન્કર મગાવું પડ્યું

અગ્નિશમન દિનસની ઉજવણી, મોડાસા ફાયર વિભાગ દ્વારા શહીદ ફાયર બ્રિગેડના જવાનોને અર્પી શ્રદ્ધાંજલિ

લખતર ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતું પાણી મામલતદાર કચેરી સુધી પહોંચતું જ ન હોવાથી મામલતદાર કચેરી દ્વારા પાણીનું ટેન્કર મગાવું પડ્યું

બાબરા અને આજુબાજુ વિસ્તારમાં તેમજ ભેંસોની સોરી કરનાર પોલીસ સ્ટેશનની કાર્યવાહી કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.