અતીક-અશરફ બંને ભાઈઓના મૃત્યુ બાદ તેમના આતંકનો અંત ભલે આવી ગયો હોય, પરંતુ તેમની ગુનાની કુંડળી પર નજર કરીએ તો ખબર પડે છે કે અતીક અને અશરફે માત્ર હિન્દુઓ પર જ નહીં પરંતુ મુસ્લિમો પર પણ ઘણા અત્યાચારો કર્યા હતા. ઉત્તર પ્રદેશ પોલીસના રેકોર્ડ મુજબ, આ ભાઈઓનો ગુનાહિત ઇતિહાસ લાંબો હતો, તેમની સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, છેતરપિંડી, ધમકી અને જમીન પચાવી પાડવા જેવા સેંકડો કેસ નોંધાયા હતા. પોલીસ રેકોર્ડકહે છે કે તેમના દ્વારા સતાવાયેલા પીડિતોની સૂચિ લાંબી છે અને મોટાભાગના કિસ્સાઓમાં, લઘુમતી સમુદાયના સભ્યોનો ભોગ લેવાયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ બંને સામેના 20 મોટા ફોજદારી કેસોમાંથી, અહેમદ બંધુઓએ 20માંથી 13 માં લઘુમતી સમુદાયના સભ્યોને નિશાન બનાવ્યા હતા. અતિકના ગુંડાઓએ બંદુકની અણીએ મદરેસામાંથી બે સગીર મુસ્લિમ છોકરીઓનું અપહરણ કર્યું હતું અને આખી રાત તેમની પર વારાફરતી રેપ કર્યો હતો. બાદમાં બીજા દિવસે સવારે પીડિત યુવતીઓને મદરેસા ગેટની સામે ફેંકી દેવામાં આવી હતી. અતિકનો ભાઈ અશરફ કથિત રીતે તે ગુંડાઓને પોલીસથી બચાવવામાં સામેલ હતો.
અતીકના આતંકનું જીવતું જાગતું ઉદાહરણ પ્રયાગરાજના કસારી મસારીનો રહેવાસી ઝીશાન ઉર્ફે જાનુ અને અતીકનો સાળો ઈમરાન જયનો નાનો ભાઈ છે. અતીકે પોતાની જમીનનો કબજો લેવા માટે ઝીશાનનું મકાન બુલડોઝરથી તોડી પાડ્યું હતું. ઝીશાનના જણાવ્યા અનુસાર, અતીકના ગુંડાઓએ તેના પર હુમલો કર્યો હતો અને ખંડણી તરીકે 5 કરોડ રૂપિયા માંગવાની ધમકી આપી હતી. ”
અતિક અહેમદ પર મ્યુનિસિપલ વોર્ડના કાઉન્સિલર અશફાક કુન્નુની હત્યાનો પણ આરોપ હતો. અતીક પર વોર્ડના કાઉન્સિલર નૈસનને ગોળી મારવાનો પણ આરોપ હતો, જે એક સમયે ગેંગસ્ટરની નજીક હતો. બંને વચ્ચે અણબનાવ ત્યારે વધી ગયો જ્યારે નાસને અતીકની મનમાની સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. 2001માં અતીકે તેને ગોળીઓ મારીને મરાવી નાખ્યો હતો. અતીકે 2003 માં ભાજપના નેતા અશરફની પણ કથિત રીતે ગોળી મારીને હત્યા કરી હતી. ચાકિયામાં અતીકના ઘરની સામે અશરફનું ઘર આવેલું હતું. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, ભાજપના નેતા અશરફની હત્યા કર્યા બાદ અતિકના સાગરિતો તેના મૃતદેહ સાથે ભાગી ગયા હતા.




