Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એસિડિટી જેવા રોગની કેટલીક દવા કેન્સરનું જોખમ નોતરે છે?

હાઈકોર્ટની કંપનીઓને નોટિસ: વધુ સુનાવણી જૂનમાં મુકરર

aaspassdaily by aaspassdaily
2023-04-21 12:50:44
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

એસિડિટી વગેરે દૂર કરવા માટે વપરાતી કેટલીક દવાઓ કેન્સરનું જોખમ નોંતરી શકતી હોવાની રજૂઆત સાથે હાઇકોર્ટ સમક્ષ વધુ એક જાહેરહિતની અરજી કરવામાં આવી છે. ગ્રીન રંગની ગોળીઓની સ્ટ્રીપ ખોલતાં અંદરથી કથ્થઈ રંગનું ભેળસેળ યુક્ત પદાર્થ નીકળતું હોવાનું હાઇકોર્ટને એડવોકેટ દ્વારા ખૂલ્લી કોર્ટમાં બતાવવામાં આવ્યું હતું. તે સિવાય કેટલાક ઇન્જેક્શન્સ જે લિક્વિડ સાથે મિક્સ કરતાં જુદાજુદા રંગો બદલે છે તે પણ કોર્ટને બતાવ્યું હતું. આ જોઇને એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઇ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠ પણ ચોંકી ઊઠી હતી અને સમગ્ર મામલે ફાર્મા કંપની સહિતના પ્રતિવાદીઓને નોટિસ પાઠવી કેસની વધુ સુનાવણી જૂનમાં મુકરર કરી છે.
આવા જ મુદ્દે અગાઉ પણ એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે અને એમાં હાઇકોર્ટે રિટ જે આધારે કરવામાં આવી છે એ સેન્ટ્રલ ડ્રગ્સ કંટ્રોલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ રેકર્ડ પર મૂકવા હાઇકોર્ટે કહ્યું હતું. જોકે આ નવી જાહેરહિતની અરજીમાં અરજદાર દ્વારા આ રેકર્ડ સાથે તમામ વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને એવી દલીલ કરવામાં આવી હતી કે કેટલીક જીવન રક્ષક દવાઓ તેના ધારાધોરણ માટેના ટેસ્ટમાં નિષ્ફળ રહી હોવા છતાંય માર્કેટમાં તેનું કરોડો રૂપિયાનું વેચાણ છે.
અરજદારે એસિડિટી માટેની એક જ દવાનો 400 કરોડ રૂપિયાનો ધંધો હોવાનો દાવો કર્યો હતો. અરજદારે કોર્ટ સમક્ષ રજૂઆત કરવાની સાથે એક દવાની સ્ટ્રીપને ખોલીને દવાઓ કાઢી હતી અને જજને આપી હતી. હતો કે આ લીલા રંગની દવામાં કથ્થઇ રંગનું શું છે? ત્યારે એડવોકેટે કહ્યું હતું કે, આ કેન્સરને નોંતરતું જોખમી પદાર્થ છે. અરજદાર તરફથી એડવોકેટે દલીલ કરી હતી કે,‘આ દવા વિશ્વના અન્ય દેશોમાં પ્રતિબંધિત છે. ભારતના હવામાનમાં આ દવા જ્યારે ફોઇલમાં પેક કરવામાં આવે છે, ત્યારે તે સમય હીટની મદદ લેવામાં આવે છે. જે હીટના લીધે દવા સાથે અન્ય તત્ત્વો પેદા થઇ જાય છે અને એ કેન્સર નોંતરતા જોખમી તત્ત્વ-એનડીએમએને જન્મ આપતાં હોય છે.
ત્યારબાદ હાઇકોર્ટે કેટલી કંપનીઓની દવાઓનો મુદ્દો હોવાની પૃચ્છા કરતાં અરજદારે બે કંપનીઓનું નામ લીધું હતું. તેથી હાઇકોર્ટે રિટ તરીકે જોડવા અરજદારને કહ્યું હતું. બીજી તરફ અરજદાર દ્વારા એક વધારાનું સોગંદનામું કરીને નબળી ગુણવત્તા વાળી જોખમી દવાઓની યાદી પણ હાઇકોર્ટ સમક્ષ મૂકી હતી. ઉક્ત તમામ રજૂઆત અને મુદ્દાને ધ્યાને લઇ હાઇકોર્ટે તમામ પક્ષકારોને નોટિસ પાઠવી છે.

Previous Post

અમદાવાદીઓને આજથી ગરમીમા ટ્રાફિક સિગ્નલ પરશેકાવુ નહિ પડે

Next Post

મુંબઈ બાદ હવે દિલ્હીમાં પણ ખૂલ્યો APPLE સ્ટોર

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મુંબઈ બાદ હવે દિલ્હીમાં પણ ખૂલ્યો APPLE સ્ટોર

મુંબઈ બાદ હવે દિલ્હીમાં પણ ખૂલ્યો APPLE સ્ટોર

ચારધામ યાત્રામાં ભક્તોના જીવ બચાવશે આર્મી પ્રોટોકોલ

ચારધામ યાત્રામાં ભક્તોના જીવ બચાવશે આર્મી પ્રોટોકોલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.