ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આજે સવારે તણસા નજીક એક ઇનોવા કાર કોઈ કારણોસર ખાળિયામાં ઉતરી જતા ગુલાટ મારી ગઈ હતી. આ બનાવમાં 9 વ્યક્તિને ઈજાઓ થઈ હતી જે પૈકી એક બાળકને ગંભીર ઇજા થઈ હતી.
બનાવની જાણ થતા તણસા 108ના ઈએમટી રઘુવીર દિહોરા અને પાયલોટ ઉગાભાઈ કામલીયાએ દોડી જઈ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા હતા. પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરમાં તળાજા જકાતનાકા વિસ્તારમાં રહેતા ત્રણ પરિવારો કાર લઈને દીવ જવા નીકળ્યા હતા ત્યારે તણસા નજીક પહોચ્યા ત્યાં જ અકસ્માત નડતા પ્રવાસ અટવાઈ પડ્યો હતો.