કેન્દ્ર સરકારે સ્કુલ બસો અને જાહેર પરિવહન સેવાની બસોમાં ફાયર એલાર્મ સિસ્ટમ (એફએપીએસ) લગાવવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત પહેલીવાર ઓકટોબરથી માર્ગો પર દોડતી બસોમાં ઉપર્યુક્ત અગ્નિવિરોધી સુરક્ષા ઉપકરણ લગાવવું ફરજીયાત થઈ જશે. સરકારના આ ફેસલાથી કરોડો સ્કુલી બાળકો અને યાત્રીઓની સફર સુરક્ષિત થઈ શકશે.
બસોમાં આટા લાગવાથી યાત્રીઓના મોતની વધતી દુર્ઘટનાઓને લઈને આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ બાબતે 28 એપ્રિલ અંતિમ સૂચના જાહેર કરી દીધી છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સ્કુલ બસો અને જાહેર પરિવહનની બસો (ટાઈપ-3) માં એફએપીએસ લગાવવા માટે 2022થી પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. એક ઓકટોબર અને તેના પછી નવી બસોમાં ઉપર્યુક્ત સાધન લગાવવુંં અનિવાર્ય થઈ જશે.
આ ઉપકરણ બસમાં ધુમાડો નીકળવાની સાથે જ આગ બુઝાવવાનું શરૂ કરી દેશે. સરકારે એન્જીન ગરમ થવા કે શોર્ટ સર્કીટથી આગ લાગવાની ઘટનાઓની રોકથામ માટે ઉપકરણ લગાવવાની વ્યવસ્થા કરી હતી પણ તે માત્ર બસના એન્જીન સુધી સીમીત હતી. હવે આ એફએપીએસ સાધન એ જગ્યાએ પણ લાગશે જયાં યાત્રીઓ બેસે છે.




