ગુજરાતમાં ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે તલાટી કમ મંત્રીની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પંચાયત પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી આપી માહિતી છે કે, લેવાયેલી પરીક્ષાની આન્સર કી મંગળવારે મુકાશે.
રાજ્યભરમાં આજે તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિગતો મુજબ 3,437 પદ માટે યોજાયેલ આ તલાટી પરીક્ષામાં 2, 694 કેન્દ્ર પર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. બપોરે સાડા 12થી 1:30 વાગ્યા સુધી યોજાયેલ આ પરીક્ષામાં તમામ કેન્દ્ર પર વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. આ સાથે પરીક્ષામાં ઈલેક્ટ્રોનિક ઉપકરણ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવાયો હતો. ગુજરાતમાં 3,437 પદ માટે યોજાયેલ આ તલાટી પરીક્ષામાં 17 લાખ ઉમેદવારોએ તલાટીની પરીક્ષા માટે ફોર્મ ભર્યું હતું. જોકે બાદમાં 8.65 લાખ ઉમેદવારોએ પરીક્ષાનું કન્ફર્મેશન આપ્યું હતું.



