કલોકમાં બસની રાહ જોઈને ઉભેલા મુસાફરો પર બસ ફરી વળતા 4 લોકોના મોત નીપજ્યાં છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, કલોલમાં અકસ્માત સર્જાયો છે. બસની રાહ જોઈને ઊભેલા મુસાફરોને અડફેટે લેતા 4 લોકોના મોત નીપજ્યા છે. ST બસ નીચે 4 લોકો કચડાયા છે. ચારેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. તો અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.




