કર્ણાટકમાં તમામ 224 વિધાનસભા સીટ પર મતદાન શરૂ થઈ ગયું છે. ચૂંટણી આયોગે ચૂંટણી માટે પૂરતો સુરક્ષા બંદોબસ્ત કર્યો છે. અનેક દિગ્ગજ નેતાઓએ આ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. મુખ્યમંજ્ઞી બસવરાજ બોમ્મઈ ચૂંટણી લડી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, કોંગ્રેસ અધ્યક્ષ ડી. કે. શિવકુમાર, જેડીએસના મુખ્ય નેતા એચ. ડી. કુમારસ્વામી જેવા અનેક દિગ્ગજ નેતાઓ ચૂંટણીના રણ મેદાનમાં ઉતર્યા છે.
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બી. એસ. યેદિયુરપ્પા તેમના પરિવાર સાથે શિકારીપુરના શ્રી હુચ્ચરાય સ્વામી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. તેમના પુત્ર બી. વાય. વિજયેન્દ્ર વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડી રહ્યા છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે બેંગ્લોરની બીઈએસ કોલેજ જયનગરમાં મતદાન કર્યું છે. સિદ્ધગંગા મઠના સિદ્ધલિંગ સ્વામીના તુમકુરુના એક મતદાન કેન્દ્ર પર વોટિંગ કર્યું હતું. કર્ણાટકના કલબુર્ગીમાં પણ વિધાનસભા ચૂંટણી 2023 માટે લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે.





