ગુજરાતમાં કમોસમી વરસાદ પછી હવે લોકોને આગના ગોળા વરસાવતી ગરમીમાં શેકાવા માટે તૌયાર થઈ જવુ પડશે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે આગાહી વ્યક્ત કરી છે. આજે અને કાલે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ અને કોર્પોરેશને એલર્ટ આપ્યું છે. આ દિવસોમાં તાપમાનનો પારો 43થી 44 ડિગ્રી રહેવાની આગાહી છે.
ઉનાળામાં હવે દર વર્ષની જેમ એ સમય આવી ગયો છે જ્યારે તાપમાન મહત્તમ હોય અને શહેરીજનોને પણ ગરમીથી બચવાની જરૂર પડે. હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી પાંચ દિવસમાં તાપમાન 44 ડિગ્રી સુધી જઈ શકે છે. જેમાં 10 અને 11 મેના રોજ મહત્તમ તાપમાન રહી શકે છે. થોડા દિવસોમાં ઉનાળામાં પણ ચોમાસા જેવુ વાતાવરણ સર્જાયું હતું પરંતુ હવે ફરીથી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. જે સારી વાત છે પરંતુ આ ગરમીથી બચવુ પણ એટલુ જ જરૂરી છે. જેથી કરીને આવનારા દિવસોમાં કોર્પોરેશનની એડવાઈઝરીને અમલમાં મુકવુ તે શહેરીજનો માટે હિતાવહ છે.
હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીન અમદાવાદ મ્યુનસિપિલ કોર્પોરેશને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ એડવાઈઝરી પણ બહાર પાડી છે. જેનું પાલન કરવા અપીલ પણ કરવામાં આવી છે.
બપોરે કામ વગર બહાર ના નીકળવું
સીધા સૂર્ય પ્રકાશના સંપર્કમાં ના આવવું
આખુ શરીર ઠંકાય તેવા કપડા પહેરવા




