સમગ્ર રાજ્યમાં આગમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ છે. મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો અસહ્ય ગરમી પડી રહી છે. બુધવારે સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 44 થી 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટ જિલ્લામાં 42 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. આ વર્ષે ઉનાળામાં પ્રથમવાર સૌથી વધુ તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચ્યું છે. ભારે તાપથી જનજીવન પર અસરો જોવા મળી છે. શહેરના રાજમાર્ગો પર ટ્રાફિક ઘટ્યો છે.




