રાજકોટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં ATS એ દરોડા પાડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી છે. રાજકોટના જામનગર રોડ પરથી ઝડપાયું છે ડ્રગ્સ. મળતી જાણકારી અનુસાર, આશરે 31 કિલો ડ્રગ્સ એટલે કે 200 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે. હાલમાં રાજકોટમાં ATS એ વધુ તપાસ હાથ ધરી છે.