અંદાજે 87 હજાર ઉમેદવારોની આતુરતાનો અંત, TET-1નું પરિણામ જાહેર થયું છે જે બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે. શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-2022-23નું પરીણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ https://sebexam.org
પર જાહેર કરવામાં આવ્યું છે.શિક્ષક બનવા TET-TAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. શિક્ષકની ભરતી માટે પાસ કરવી પડતી ટેટની પરીક્ષા એપ્રિલમાં યોજાઈ હતી. ટેટ 1ની પરીક્ષા ગત 16 એપ્રિલ અને ટેટ 2ની પરીક્ષા 23 એપ્રિલે યોજાઈ હતી. ઉલ્લેખનિય છે કે, અંદાજે 86 હજાર વિધાર્થીઓ TET 1ની પરીક્ષા અને TET 2ની પરીક્ષા 2.72 લાખ જેટલા ઉમેદવારો આપી હતી. રાજ્યના 4 મનપા વિસ્તારોમાં આ પરીક્ષા યોજાવામાં આવી હતી.