કોઈ પણ ગુજરાતી વિદ્યાર્થી અથવા પરિવાર કેનેડામાં જાય છે તેને એરપોર્ટથી લેવાથી લઈ રહેવા-જમવા અને જોબમાં પણ મદદરૂપ થવાનું કામ વિશ્વઉમિયા ફાઉન્ડેશન –કેનેડાની ટીમ કામ કરી રહી છે. સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં લગભગ 1100થી વધુ ગુજરાતી દિકરા-દિકરીઓને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની કેનેડા ટીમે પરિવારની જેમ મદદરૂપ બની સેટ કર્યા છે.
વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલ સહિતના 6 ટ્રસ્ટીઓ અમેરિકાના પ્રવાસે છે ત્યારે અમેરિકાના બોસ્ટનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સંગઠનની મિંટીંગ યોજાઈ હતી. જેમાં 500થી વધુ પરિવારો ઉપસ્થિત રહ્યા. જેમાં બોસ્ટન આવતા ગુજરાતીઓને મદદરૂપ થવા ઉપરાંત વિશ્વ ઉમિયાધામ-જાસપુર મંદિરની માફક ઉમાસ્વાદમ્ અને ઉમાપ્રસાદમની શરૂઆત કરાઈ છે.
કેનેડા ટીમની તર્જ પર જ હવે અમેરિકાના બોસ્ટન સ્ટેટમાં પણ કોઈ પણ ગુજરાતી પરિવાર આવશે તેને એરપોર્ટ પર લેવા જવાથી લઈ રહેવા-જમવાની અને જોબમાં પણ મદદરૂપ થશે. આ અંગે વાત કરતા અમેરિકાના બોસ્ટન સ્ટેટના રોડ આઈલેન્ડના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન સંજયભાઈ પટેલ જણાવે છે કે હવે કોઈ પણ ગુજરાતી પરિવારે ચિંતા કરવાની જરૂર નથી કે બોસ્ટનમાં જઈ અમે શું કરીશું. તમે આવો તમને વેલકમ કરવા અમે તૈયાર જ છીએ.




