વીડિયો કોલમાં તલાટીઓ ગેરહાજર હોવાની મળી જાણકા
ગાંધીનગર જિલ્લાના 11 તલાટીનો એક દિવસનો પગાર કાપવામાં આવશે. આ 11 તલાટીઓ ફરજ પર હાજર ન રહેતા તેમનો એક દિવસનો પગાર કાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં DEOના અધ્યક્ષ સ્થાને વિકાસલક્ષી કામો માટે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આ તાલુકાના 11 તલાટીઓ હાજર ન રહેતા હોવાનીની ફરિયાદ ઉઠી હતી. બેઠકમાં સ્થાનિક કક્ષાએ તલાટીઓ ન આવતા હોવાની ફરિયાદ ઉઠી હતી. જેને લઇને મંગળવારે ડીડીઓ દ્વારા તમામ તાલુકાના ટીડીઓને વીડિયો કોલ કરી તલાટીઓની હાજરી જાણવાનો આદેશ કરાયો હતો.
બાદમાં વીડિયો કોલ કરી ફરજના સ્થળ પર હાજર તલાટીઓની હાજરી ચકાસાઈ હતી. વીડિયો કોલમાં દહેગામ, માણસા, કલોલ અને ગાંધીનગર તાલુકાના 11 તલાટીઓ ગેરહાજર હોવાની જાણકારી મળી હતી. જે બાદ ગેરહાજર 11 તલાટીઓનો એક દિવસનો પગાર કાપી લેવાનો આદેશ કરાયો હતા. આ બનાવને લઇને સમગ્ર જિલ્લાના તલાટીઓમાં સોપો પડી ગયો હતો. આગામી સમયમાં ડીડીઓ સહિતના અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ વિઝીટ કરવામાં આવશે.