દિલ્હીના શ્રધ્ધા વોકર મર્ડર કેસ અને હવે મુંબઈમાં પણ આવો જ એક હ્રદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, મુંબઈના મીરા રોડ વિસ્તારની આકાશગંગા સોસાયટીમાં એક મહિલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં હત્યારાએ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહના ટુકડાને કુકરમાં બાફી દીધા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, મનોજ સાહની ઉંમર 56, અને સરસ્વતી વૈદ્ય ઉંમર 32, બંને ત્રણ વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલાની હત્યા કર્યા બાદ તેના શરીરના અનેક ટુકડા કરી દેવામાં આવ્યા હતા. દુર્ગંધ ન ફેલાય તે માટે આરોપીઓએ મૃતદેહના ટુકડાને કુકરમાં બાફયા હતા. તેમ છતાં વિચિત્ર ગંધથી પડોશીઓ પરેશાન થઈ ગયા હતા, તેથી તેઓએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જ્યારે પોલીસ ઘરમાં પ્રવેશી ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી આરોપીની અટકાયત કરી છે. આરોપીઓએ મૃતદેહનો નિકાલ કરવા માટે તેના ટુકડા કરી નાખ્યા હતા. આ ટુકડાઓ કટર મશીનથી કાપવામાં આવ્યા હોવાની માહિતી બહાર આવી રહી છે.
આ ઘટના મુંબઈને અડીને આવેલા મીરા રોડના ગીતા નગરમાં ગીતાકાશ દીપ સોસાયટીના 7મા માળે ફ્લેટ નંબર 704માં બની હતી. ફ્લેટ 704ની બરાબર સામેના ફ્લેટમાં રહેતા સોમેશ શ્રીવાસ્તવે દુર્ગંધ આવતા પ્રથમ ફ્લેટનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ દરવાજો ખૂલ્યો નહોતો. જે બાદ પાડોશીઓએ પોલીસને જાં કરી હતી. મળતી જાણકારી અનુસાર બંને છેલ્લા ત્રણ વર્ષથી આકાશગંગા સોસાયટીમાં ભાડાના ફ્લેટમાં રહેતા હતા. બંનેએ બિલ્ડિંગમાં કોઈની સાથે વધુ વાતઓ કરતાં નહતા. મહિલાની બે ત્રણ દિવસ પહેલા હત્યા કરવામાં આવી હતી. હજુ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં પોલીસે ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી મૃતદેહના ટુકડા પણ મળી આવ્યા છે.




