વેસ્ટ ઈન્ડિઝ ટીમના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેઇલ અને પૂર્વ ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહ ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં જોવા મળશે. બંને ભૂતપૂર્વ ખેલાડીઓ આગામી ગ્લોબલ ટી20 કેનેડાની ત્રીજી સીઝનમાં રમતા જોવા મળશે. જ્યાં ક્રિસ ગેઇલ નવી ટીમ મિસિસુઆંગા પેન્થર્સ સાથે રમશે. ખેલાડીઓની હરાજી પ્રક્રિયા દરમિયાન બ્રેમ્પટન વુલ્વ્સ દ્વારા હરભજન સિંહને તેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ગ્લોબલ ટી20 કેનેડાની ત્રીજી સીઝન 20 જુલાઈથી 6 ઓગસ્ટ સુધી રમાશે. કોરોના મહામારીના કારણે છેલ્લા 3 વર્ષમાં આ T20 લીગની એક પણ સીઝન રમાઈ શકી નથી. હવે ત્રીજી સીઝનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કેનેડામાં રહેતા ક્રિકેટ ચાહકો આ T20 લીગ શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ વખતે ગ્લોબલ ટી20 કેનેડામાં 6 ટીમો રમતા જોવા મળશે. તેમાં ટોરોન્ટો નેશનલ્સ, બ્રેમ્પટન વુલ્વ્ઝ, મોન્ટ્રીયલ ટાઈગર્સનો સમાવેશ થાય છે. વાનકુવર નાઈટ્સ ઉપરાંત 2 નવી ટીમો ઉમેરવામાં આવી છે. તેમાં સરે જગુઆર અને મિસિસિયાંગા પેન્થર્સનો સમાવેશ થાય છે.
18 દિવસમાં કુલ 25 મેચો રમાશે
20 જુલાઈથી શરૂ થઈ રહેલી ગ્લોબલ ટી20 કેનેડા લીગમાં 18 દિવસમાં કુલ 25 મેચો રમાશે. આ પહેલા ક્રિસ ગેલ, યુવરાજ સિંહ, લસિથ મલિંગા, કિરોન પોલાર્ડ, આન્દ્રે રસેલ, શાહિદ આફ્રિદી, શોએબ મલિક અને બ્રેન્ડન મેક્કુલમ આ ટી20 લીગમાં રમી ચૂક્યા છે.
તમામ ટીમોના ખેલાડીઓની કુલ સંખ્યા 16 છે, જેમાં ICCના સંપૂર્ણ સભ્ય દેશોના ખેલાડીઓ તેમજ સહયોગી સભ્ય દેશોના ખેલાડીઓનો સમાવેશ થાય છે. આમાં એક ટીમમાં 6 ભૂતપૂર્વ સભ્ય દેશોના ખેલાડીઓ. 4 સહયોગી દેશના ખેલાડીઓ અને કેનેડિયન મૂળના 6 ખેલાડીઓ સામેલ થશે.
WTC Final હાર્યા બાદ પત્ની રિતિકા અને દીકરી સાથે વેકેશન માણી રહ્યો છે રોહિત શર્મા
ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા તેની પત્ની રિતિકા સજદેહ અને પુત્રી સમાયરા સાથે રજાઓ ગાળવા ગયો છે. ભારતીય કેપ્ટને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા એક તસવીર શેર કરી છે, જેમાં પત્ની રિતિકી અને પુત્રી સમાયરા જોવા મળી રહી છે. તસવીરમાં રિતિકા અને સમાયરા બગીચામાં ઉભા છે અને તેમની પાછળ દરિયો દેખાઈ રહ્યો છે.





