Thursday, April 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

પુરીમાં રથયાત્રા ભક્ત સાલબેગની મઝાર પર વિશ્રામ બાદ જ આગળ વધે છે

ભગવાન જગન્નાથના મુસ્લિમ ભક્તની કથા, જેણે તોડ્યા નાત-જાતના ભેદભાવ

aaspassdaily by aaspassdaily
2023-06-20 10:28:17
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા. રથયાત્રા. એક એવો દિવસ જ્યારે ભગવાન ખુદ ભક્તોને દર્શન આપવા માટે આવે છે. પુરીમાં નિકળતી ભગવાન જગન્નાથની રથયાત્રાના જોડાવા માટે હજારો ભાવિક ભક્તો દેશ વિદેશથી આવે છે. અતૂટ શ્રદ્ધા આ રયાત્રા સાથે જોડાયેલી છે. રથયાત્રા વિશે અનેક વાયકાઓ પણ પ્રચલિત છે. રથયાત્રા દર વર્ષે એક મુસ્લિમની મઝાર પર આવીને રોકાય છે? આખરે શું છે તેનું કારણ?
કહેવાય છે ભગવાન તો ભાવનાના ભુખ્યા હોય છે. આ વાતને સાર્થક કરે છે ભગવાનના મુસ્લિમ ભક્ત સાલબેગની કથા. આ મુસ્લિમ ભગવાન જગન્નાથનો અનન્ય ભક્ત હતો. પરંતુ તેને મંદિરમાં દર્શન કરવા માટે પ્રવેશ ન મળ્યો. એ સમયે તેમણે કહ્યું હતું કે, જો મારી ભક્તિ સાચી છે, તો પ્રભુ મારી મઝાર પર જરૂર આવશે અને આ વાત સાચી સાબિત થઈ.
સાલબેગની મૃત્યુના કેટલાક મહિનાઓ બાદ જ જગન્નાથની રથયાત્રા નિકળી તો સાલબેગની મજાર પાસેથી રથ આગળ જ ન વધ્યા. ભક્તો રથને ખેંચી ખેંચીને થાકી ગયા પરંતુ રથ આગળ જ નહોતા વધતા. એવામાં તમામ લોકો પરેશાન થઈ ગયા કે હવે શું કરવું. એવામાં કોઈએ રાજાને સાલબેગની કથા વિશે જણાવ્યું. ત્યારે રાજાએ પુરોહિત સાથે મંત્રણા કરી સાલબેગના નામની જય બોલાવી. આ જયકારો થતાની સાથે જ રથ આગળ વધવા લાગ્યા. બસ ત્યારથી દર વર્ષે ભક્ત સાલબેગની મજાર પાસે રથને રોકવામાં આવે છે.
ભારતમાં એ સમયે મુગલોનું શાસન હતું. મુગલોની સેનામાં સાલબેગ નામનો વીર સિપાહી હતો. મુસ્લિમ પિતા અને હિંદુ માતાનું સંતાન સાલબેગજ જેટલો ખુદામાં માનતો એટલો જ ભગવાનમાં આસ્થા રાખતો. એકવાર એક યુદ્ધ દરમિયાન ઘાયલ થવાના કારણે સાલબેગને સેનામાંથી કાઢી મુકવામાં આવ્યો. સેનામાંથી કાઢી મુકવામાં આવતા સાલબેગ નિરાશ થઈ ગયા. દિકરાની નિરાશા જોઈને માતાએ કહ્યું કે, તું ભગવાન જગન્નાથનું શરણ લે. સાથે જ માતાએ સાલબેગને જગન્નાથની કથા સંભળાવી. કથા સાંભળી સાલબેગને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ. પરંતુ તે મુસ્લિમ હોવાના કારણે મંદિરમાં તેને પ્રવેશ ન મળ્યો. સાલબેગ ફરી નિરાશ થઈ ગયા. ફરી માતાએ કહ્યું કે, તું નિરાશ ન થા. તુ બહાર રહીને પ્રભુની ભક્તિ કર. જો તારી ભક્તિ સાચી હશે તો જગન્નાથ ખુદ તારા દ્વારે આવશે.
કહેવાય છે કે, સાલબેગે માતાની આ વાત ગાંઠે બાંધી લીધી. રથયાત્રાના રસ્તામાં એક કુટીર બનાવી અને ત્યાં જ રહીને જય જગન્નાથનું ભજન કરવા લાગ્યા. કહેવાય છે કે, પ્રભુએ તેમને સપનામાં દર્શન આપ્યા અને એ દિવસે સાલબેગ આ દુનિયામાં ન રહ્યા. કહેવાય છે કે, જતા-જતા સાલબેગે કહ્યું કે, તમે મારી પાસે તો ન આવ્યા. ત્યારે જગન્નાથે કહ્યું કે, હવે મારો રથ તારા દ્વાર પર રોકાયા વિના આગળ નહીં વધે. આ સિલસિલો આજ સુધી ચાલ્યો આવે છે. રથયાત્રા નિકળે છે અને ભક્ત સાલબેગની મઝાર પર વિશ્રામ બાદ જ આગળ વધે છે.

Previous Post

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 26-27 જુને અતિ ભારે વરસાદ

Next Post

પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ED ઇડી દ્વારા રેડ
તાજા સમાચાર

આમ આદમી પાર્ટીના સાંસદ અશોક મિત્તલ અને પુત્રના નિવાસે ઇડીના દરોડા

April 15, 2026
લંડનમાં ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી ફગાવાઈ
તાજા સમાચાર

ભાગેડુ નીરવ મોદીને ભારત પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ

April 15, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

પંજાબમાં યાત્રાળુઓને લઈને જતી બસ પલટી ખાઈ જતા ૬ લોકોના મોત

April 15, 2026
Next Post
પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ

પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ

અમદાવાદના પટેલ દંપતીનું અપહરણ

અમદાવાદના પટેલ દંપતીનું અપહરણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.