સુપરસ્ટાર પ્રભાસના લીડ રોલવાળી ફિલ્મ આદિપુરુષનું મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. ફિલ્મ જ્યારથી રીલિઝ થઇ છે ત્યારથી એક પછી એક અનેક વિરોધના વંટોળ ઉભા થઇ રહ્યાં છે. આ વિરોધમાં ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી ઉમેરો કર્યો છે.
PMને લખેલા આ પત્રમાં માગ કરવામાં આવી છે કે ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત, ડાયલોગ રાઇટર મનોજ મુંતશિર અને પ્રોડ્યુસર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. 16 જુનના રોજ થિએટરોમાં રીલિઝ થયેલી રામાયણની કથા પર આધારિત ફિલ્મ આદિપુરુષને લઇને દેશમાં વિવિધ જગ્યાએ વિરોધ થઇ રહ્યો છે. આ ફિલ્મમાં કેટલાક ડાયલોક ખુબ જ ચર્ચાનું કારણ બન્યા છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ડાયલોકથી હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે. જો કે વિરોધ વધુ થતાં ફિલ્મમાંથી કેટલાક ડાયલોક બદલવાની વાત કરી છે તેમ છતા વિરોધના વંટોળ ઉભા થઇ રહ્યાં છે.