MG Motor (એમજી મોટર) ટૂંક સમયમાં ભારતમાં તેની કોમ્પેક્ટ SUV Astor (Aster) નું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. બ્રિટિશ મૂળની કાર નિર્માતાએ તાજેતરમાં આગામી Aster 2023 SUVની ટીઝર ઇમેજ રિલીઝ કરી છે. આ કાર કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં અન્ય મોડલ્સ સાથે હ્યુન્ડાઈ ક્રેટા, કિયા સેલ્ટોસ અને મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારાને ટક્કર આપશે. Astor SUVને ભારતમાં પહેલીવાર 2011માં લોન્ચ કરવામાં આવી હતી. ભારતમાં એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) ફીચર ઓફર કરનાર તે તેના વર્ગની પ્રથમ SUV હતી.
લૂક અને ડિઝાઇન
MG મોટર દ્વારા શેર કરવામાં આવેલી Aster SUVની ટીઝર ઇમેજ આગામી મોડલનો સિલુએટ લુક આપે છે. કાર નિર્માતા અનુસાર, આગામી એસ્ટર ફેસલિફ્ટ એસયુવી તેના વર્ગની સૌથી એડવાન્સ એસયુવી હશે. જો કે તે મોટાભાગે અત્યારે વેચાયેલા વર્ઝન જેવું જ હશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એસ્ટર 2023 પહેલેથી જ ટેક-પેક્ડ વાહનમાં વધુ ફિચર્સથી સજ્જ હશે. અહેવાલો અનુસાર, એસ્ટર ફેસલિફ્ટ એસયુવીમાં ઉમેરવામાં આવનાર કેટલીક નવી ફિચર્સ મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને નવા સોફ્ટવેર ગ્રાફિક્સ છે. MG મોટરનું કહેવું છે કે Aster ‘ટેકનોલોજી અને લક્ઝરીનું અનોખું મિશ્રણ’ ઓફર કરશે. તે તેના વર્ગની સૌથી એડવાન્સ SUV છે.
કેવા હશે ફિચર્સ?
MG Astor ફેસલિફ્ટ SUVને 14-ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે અપડેટ કરવામાં આવે તેવી શક્યતા છે. આ એ જ યુનિટ છે જે હેક્ટર ફેસલિફ્ટ એસયુવીની અંદર આપવામાં આવ્યું હતું. આ વખતે તેમાં 10.1 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરને નવા સોફ્ટવેર અને ગ્રાફિક્સ સાથે અપડેટ મળવાની પણ અપેક્ષા છે. હેક્ટર ફેસલિફ્ટ સાથેની Aster 2023 SUVને કેટલીક અન્ય વિશિષ્ટ ફિચર્સ જેમ કે ઇન્ટેલિજન્ટ ટર્ન ઇન્ડિકેટર્સ, ઑટો કાર લૉક/અનલૉક, પાવર્ડ ટેલગેટ અને વૉઇસ કમાન્ડ્સ સાથે 8-કલર એમ્બિયન્ટ લાઇટિંગ મળવાની અપેક્ષા છે.
એન્જિન અને ગિયરબોક્સ
એન્જિનની વાત કરીએ તો SUVમાં વધારે ફેરફારની અપેક્ષા નથી. તેમાં 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને 1.3-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન મળવાની શક્યતા છે. 5-સ્પીડ મેન્યુઅલ સાથે જોડાયેલું, 1.5-લિટર યુનિટ 108 bhp પાવર અને 144 Nm પીક ટોર્ક જનરેટ કરી શકે છે. 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર સાથે જોડાયેલું ટર્બો એન્જિન 138 bhp પાવર અને 220 Nm પીક ટોર્ક જનરેટ કરી શકે છે.
કિંમત
MG Aster SUV હાલમાં ભારતીય બજારમાં રૂપિયા 10.81 લાખ (એક્સ-શોરૂમ) ની પ્રારંભિક કિંમતે આવે છે. ટોપ-સ્પેક વેરિઅન્ટની કિંમત 17 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે.