Maruti Suzuki eVX: મારુતિ સુઝુકી વર્ષ 2025માં તેની પહેલી ઇલેક્ટ્રિક કાર eVX કોન્સેપ્ટ ઇલેક્ટ્રિક SUV (EVX કોન્સેપ્ટ ઇલેક્ટ્રિક SUV) લોન્ચ કરી શકે છે. અવેટેડ લોન્ચિંગ પહેલા, EVનું યુરોપમાં ઓલ-બ્લેક કૈમોફ્લાઝમાં સ્પાય ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ વર્ષની શરૂઆતમાં ઓટો એક્સ્પો 2023 દરમિયાન મારુતિ સુઝુકી દ્વારા eVX કોન્સેપ્ટ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જાન્યુઆરીમાં ગ્લોબલ લોન્ચિંગ પછી આ પ્રથમ વખત છે જ્યારે ઇલેક્ટ્રિક SUV રસ્તા પર જોવા મળી છે.
લૂક અને ડિઝાઇન
મારુતિ સુઝુકી eVX કોન્સેપ્ટનું ટેસ્ટ મ્યૂલને પોલેન્ડના ક્રાકોના રસ્તાઓ પર ટેસ્ટિંગ કરાતી જોવા મળી છે. ઓટો એક્સ્પો દરમિયાન પ્રદર્શિત પ્રોટોટાઇપથી વિપરીત, ટેસ્ટિંગ મોડલ એલોય વ્હીલ્સનો એક અલગ સેટ મેળવે છે અને પ્રોડક્શન-મોડલની ઘણી નજીક દેખાય છે. દેખીતી રીતે, પોલેન્ડમાં કોન્સેપ્ટ વર્ઝન અને યુનિટ સ્પોટેડ ટેસ્ટિંગ વચ્ચે કોઈ મોટો તફાવત નથી.
કારને ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી
EVને અર્બન પર્સનલ મોબીલિટી માટે ડિઝાઇન કરવામાં આવી છે અને તે મજબૂત સુઝુકી 4X4 ડ્રાઇવ કેપેસિટી સાથે આવે છે. ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરાયેલ કોન્સેપ્ટ વર્ઝનમાં સુઝુકીની સિગ્નેચર એસયુવી ડિઝાઇનને એરોડાયનેમિક સિલુએટ, લાંબા વ્હીલબેઝ, ટૂંકા ઓવરહેંગ્સ અને શ્રેષ્ઠ ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે દર્શાવવામાં આવી હતી.
કારની સાઇઝ શું છે?
મારુતિ સુઝુકી eVX ઇલેક્ટ્રિક કોન્સેપ્ટ SUV કંપનીની પ્રથમ ગ્લોબલ સ્ટ્રેટેજીક EV હશે. તે એક નાનું અને કોમ્પેક્ટ મોડલ છે, જે મારુતિની ફ્લેગશિપ એસયુવી બ્રેઝાની સાઇઝની છે. મારુતિ સુઝુકીએ જણાવ્યું હતું કે કોન્સેપ્ટ મોડલ લંબાઈમાં 4,300 mm, પહોળાઈ 1,800 mm અને ઊંચાઈ 1,600 mm છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેનું ઉત્પાદન-વર્ઝન પણ આ જ સાઇઝનું હશે.
કેટલી હશે રેન્જ?
આવનારી eVX ઇલેક્ટ્રિક SUV વિશે બહુ ઓછી વિગતો જાહેર કરવામાં આવી છે. કાર નિર્માતાએ અગાઉ પુષ્ટિ કરી હતી કે EV 60kWh બેટરી પેકથી સજ્જ હશે. જ્યારે લોન્ચ કરવામાં આવે છે, ત્યારે મારુતિ સુઝુકી eVX ઇલેક્ટ્રિક વાહન એક ચાર્જ પર 550 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ ઓફર કરી શકે છે.
નવું પ્લેટફોર્મ
મારુતિ સુઝુકીએ પણ પુષ્ટિ કરી છે કે eVX કોન્સેપ્ટનું ડેડીકેટેડ EV પ્લેટફોર્મ સિક્યોર બેટરી ટેકનોલોજી સાથે આવશે. તેને આરામદાયક કેબિન પ્રોવાઇડ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે જેમાં વિવિધ કનેક્ટેડ ફીચર્સ મળે છે.