Amazfit એ તેની બે નવી સ્માર્ટવોચ Amazfit Cheetah અને Cheetah Pro લોન્ચ કરી છે. આ સ્માર્ટવોચ ખાસ કરીને દોડવીરો માટે બનાવવામાં આવી છે. Amazfit Cheetah સીરીઝની આ બંને વોચમાં AI સપોર્ટ સાથે Zepp કોચનો સપોર્ટ છે. Amazfit Cheetah સીરીઝની આ વોચ ઑફલાઇન મેપ માટે પણ સપોર્ટ ધરાવે છે અને તેમાં ડ્યુઅલ બેન્ડ GPS એન્ટેના છે જેની સાથે 99.5 ટકા ચોકસાઈનો દાવો કરવામાં આવ્યો છે.
Amazfit Cheetah, Cheetah Proની કિંમત
Amazfit Cheetah ની કિંમત $229.99 એટલે કે લગભગ 18,700 રૂપિયા છે અને તેને સ્પીડસ્ટર ગ્રે કલરમાં ખરીદી શકાય છે. Amazfit Cheetah Proની કિંમત $299.99 એટલે કે લગભગ 24,512 રૂપિયા રાખવામાં આવી છે. બંને વોચ Amazon, Amazfit સ્ટોર અને AliExpress પરથી વેચવામાં આવશે. ભારતીય બજારમાં આ બંને વોચના લોન્ચિંગને લઈને હાલમાં કોઈ સમાચાર નથી.
Amazfit Cheetahના સ્પેશિફિકેશન
Amazfit Cheetahમાં 1.39-inch HD AMOLED ડિસ્પ્લે છે. ડિસ્પ્લે પર ટેમ્પર્ડ ગ્લાસ એન્ટી ફિંગરપ્રિન્ટ કોટિંગ છે. વોચ સાથે 100 વોચ ફેસ માટે સપોર્ટ છે અને હંમેશા ઓન ડિસ્પ્લે પણ છે. વોચ સાથે ડ્યુઅલ બેન્ડ જીપીએસ છે, જે રીઅલ ટાઇમ જીપીએસ ટ્રેકિંગનો દાવો કરે છે.
Amazfit Cheetah પાસે ડાન્સ, વોટર સ્પોર્ટ્સ, વૉકિંગ, સ્વિમિંગ વગેરે સહિત 150 થી વધુ સ્પોર્ટ્સ મોડ્સ માટે સપોર્ટ છે. આ સાથે, બાયોટ્રેકર પીપીજી બાયોમેટ્રિક ઓપ્ટિકલ સેન્સર, બ્લડ ઓક્સિજન ટ્રેકર, હાર્ટ રેટ ટ્રેકર, સ્ટ્રેસ લેવલ ટ્રેકિંગ જેવા હેલ્થ ફિચર્સ છે. અમેઝફિટ ચિતામાં સ્લીપ અને પીરિયડ ટ્રેકર પણ છે.
વોચમાં બ્લૂટૂથ કૉલિંગનું ફિચર્સ પણ ઉપલબ્ધ છે. Amazfit Cheetah 440mAh બેટરી પેક કરે છે જે 7 દિવસ સુધી બેકઅપ આપવાનો દાવો કરે છે. સામાન્ય ઉપયોગમાં, બેટરી 14 દિવસ સુધી ચાલશે. બેટરી સેવિંગ મોડ 45 દિવસના બેકઅપનો દાવો કરે છે.
Amazfit Cheetah Proના સ્પેશિફિકેશન
Amazfit Cheetah Proમાં 1.45-inch HD AMOLED ડિસ્પ્લે છે. આ સાથે, ટાઇટેનિયમ એલોય બેઝલ બોડી અને નાયલોન સ્ટ્રેપ ઉપલબ્ધ છે. આમાં 150 થી વધુ સ્પોર્ટ્સ મોડ પણ ઉપલબ્ધ છે. તેમાં બાયોટ્રેકર PPG સેન્સર સાથે બ્લૂટૂથ કૉલિંગ, મ્યુઝિક સ્ટોરેજ મળે છે. Amazfit Cheetah Pro 440mAh બેટરી પેક કરે છે જે 14 દિવસનો બેકઅપ આપવાનો દાવો કરે છે.