તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની પોલીટીકલ કાર રેલી સોલાપુર પહોંચ્યા બાદ હવે મહારાષ્ટ્રમાં જે ભગવાન વિઠ્ઠલાના મંદિર માટે પ્રખ્યાત છે તે પંઢારપુર વારી માં તેમણે પોતાના સમગ્ર મંત્રીમંડળ, તમામ ધારાસભ્યો અને સાંસદો સાથે દર્શન કરવાની યોજના બનાવીને એક સાથે અનેક નિશાન તાંકયા હતા. હૈદરાબાદથી 600 કારનો કાફલો રવાના થયો હતો અને કેસીઆરની ત્યાં 20 વર્ષમાં બીજી કાર રેલી છે.
અગાઉ 27 માર્ચ 2003ના તેઓએ હૈદરાબાદથી દિલ્હીથી કાર રેલી યોજી હતી અને અલગ તેલંગાણા માટેની ઝુંબેશ શરુ કરી હતી. જો કે ગઈકાલની કાર રેલી તેમના પક્ષ જેનું અગાઉનું નામ તેલંગાણા રાષ્ટ્રીય સમીતી હતું અને તે હવે ભારત રાષ્ટ્રીય સમીતી કરીને તેઓ સૌ પ્રથમ તેમના પક્ષને મહારાષ્ટ્રમાં લઈ જવા માંગે છે. જયાં તેમનો મુકાબલો ભાજપ, કોંગ્રેસ, શિવસેના અને એનસીપી સામે છે. ઉપરાંત તેઓ મધ્યપ્રદેશમાંથી પણ ચુંટણી લડવાનો ઈરાદો ધરાવે છે અને પંઢરપુર વારી ખાતે પહોંચતા જ તેમના કારના કાફલા પર ફુલો વરસાવવા હેલીકોપ્ટર પણ ભાડે રાખ્યુ હતું. એટલું જ નહી આજે તેઓ વિઠોબા મંદિરમાં દર્શન કરશે તેમજ અહી તેઓ તુલજાપુર ખાતે તુલજા ભવાની મંદિરના પણ દર્શન કરશે. તેમની રેલીને મહારાષ્ટ્રમાં પણ ખાસ આવકાર મળે તે પણ તેણે જોયું હતું તેમજ જય તેલંગાણા, જય કેસીઆર અને જય ભારતના નારા લગાવતા રોડના બંને તરફે સેંકડો લોકો ઉપસ્થિત હતા.
રાજકીય નિરીક્ષકો માને છે કે, કેસીઆર પણ હવે સોફટ હિન્દુત્વના માર્ગે છે. તેલંગાણામાં તેમની સરકારમાં અસુદુદીન ઔવેસીનો પક્ષ પણ સામેલ છે પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના રાજયોમાં હિન્દુત્વ જ તેમને ચુંટણી જીતાડી શકશે તેવા ગણીત સાથે તેઓ આગળ વધી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં પોતાનો પક્ષ ભારત રાષ્ટ્ર સમીતીને પહોંચાડવા માટે જબરી કાર રેલી યોજનાર કે.ચંદ્રશેખરરાવ ગઈકાલે લાવ લશ્કર સાથે રવાના થયા તે સમયે જ તેમના પક્ષમાં પુર્વ સાંસદ શ્રીનિવાસ રેડ્ડી અને તેલંગાણાના પુર્વ પ્રધાન જુપલ્લી કૃષ્ણરાવ સહિત 35 નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ જતા તેમની ચિંતા વધી ગઈ છે.
ભાજપને તેલંગાણામાં કોઈ મોટો પાયો નથી. કેન્દ્રીય મંત્રી જી.ક્રિષ્નારેડ્ડી આ રાજયના સાંસદ છે અને તેઓ પણ હાજર હતા. ભાજપ કે.ચંદ્રશેખરરાવના કેટલાક વિશ્વાસુ તથા કોંગ્રેસના પણ નેતાઓને પક્ષમાં ખેંચવા માંગે છે પરંતુ હાલનો પોલીટીકલ સીનારીયો રાજયમાં કે.ચંદ્રશેખર રાવ તથા કોંગ્રેસની લડાઈ બની જાય તેવા સંકેત છે.





