Sunday, June 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

૧૪ નાળા મફતનગર વસાહતીઓનો દડો હવે કોર્પોરેશનના પટમાં : બે દિવસમાં નિર્ણય લેવાશે વસાહતીઓના પ્રતિનિધી મંડળે આ જગ્યા જંત્રી ભાવ મુજબ ખરીદવા પણ તૈયારી દેખાડી!!

aaspassdaily by aaspassdaily
2023-06-28 14:40:26
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર, તા.૨૮

ભાવનગરમાં ઘોઘારોડ પર ૧૪ નાળા નજીક ગેરકાયદે ખડકાયેલ મફતનગર વસાહતને હટાવવા કોર્પોરેશને કાર્યવાહી હાથ ધરતા જ મામલો વિવાદી બન્યો હતો. જબ્બર વિરોધ અને દેખાવો બાદ આ મામલો હાઇકોર્ટમાં પણ પહોંચતા કાનુની જંગ મંડાયો હતો. જા કે, તત્કાલીન સમયે હાઇકોર્ટે દબાણ હટાવની કાર્યવાહી સામે સ્ટે નહીં આપી અરજદારોને ફરીથી સાંભળી અને ૧૫ દિવસનો સમય આપવા કોર્પોરેશનને ફરમાન કર્યું હતું. તે મુજબ મહાપાલિકા દ્વારા જમીનના માલિકી હક્ક અંગે આધાર-પુરાવા રજૂ કરવા ૧૫ દિવસનો સમય અપાયો હતો. દરમિયાનમાં આજે વસાહતીઓને કમિશનરે રૂબરૂ સાંભળ્યા હતાં.

પ્રાપ્ત વિગત મુજબ વસાહતીઓએ આપેલા આધાર-પુરાવામાં જમીનની માલિકી અંગે રજૂ થયેલા પુરાવા પર્યાપ્ત નથી તેમજ માલિકી પુરવાર થતી નથી. દરમિયાનમાં મ્યુ. કમિશનર ઉપાધ્યાય, ડે.કમિશનર બ્રહ્મભટ્ટ અને ટાઉન ડેવલોપમેન્ટ વઢવાણીયાએ આજે વસાહતીઓના પ્રતિનિધિ મંડળ સાથે બેઠક માટે સમય ફાળવી તેઓની લાગણી અને માંગણી રૂબરૂ સાંભળી હતી. આ બેઠકમાં વસાહતીઓએ મુખ્ય ત્રણ માંગણી કરી હતી. દબાણો હટાવી આશરો નહીં છીનવવા વિનવણી કરી હતી. ઉપરાંત વૈકલ્પીક વ્યવસ્થા પુરી પાડવા તેમજ કોર્પોરેશન ઇચ્છે તો જંત્રીના દરથી આ જમીન ખરીદવા પણ પ્રતિનિધિ મંડળે પ્રપોઝલ આપી હતી. જા કે, આ વસાહતમાં ગરીબ અને વંચિતો રહેતા હોવાનો દાવો છે ત્યારે જંત્રી દર મુજબ મસમોટી રકમ ક્યાંથી ચુકવશે તે પણ પ્રશ્ન છે ! હાલ તો કમિશનરે પ્રતિનિધિ મંડળને સાંભળીને બે દિવસમાં તેનો નિર્ણય આપવા નક્કી થયું છે. ત્યારે હવે દબાણો પર બુલડોઝર ફેરવાશે કે કોઇ રાહત મળશે ? તે કોર્પોરેશનના નિર્ણય બાદ જ ખ્યાલ આવશે. આમ ૧૪ નાળા વસાહતીઓનો દડો હવે કોર્પોરેશનના પટમાં છે.

Previous Post

આ વસ્તુઓના કારણે આવે છે તમારા ઘરમાં ગરીબી, જાણો વિસ્તારથી

Next Post

પાન કાર્ડમાં ખોટી રીતે છપાયું છે નામ, જાણો કેવી રીતે ઓનલાઇન અપડેટ કરી શકશો

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગર

વલ્લભીપુરમાં બાઈક ચલાવવા બાબતે પાડોશીઓનો વિવાદ ઉગ્ર: મહિલા ઉપર તલવારથી હુમલાનો પ્રયાસ

June 13, 2026
કાળિયાબીડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ
ભાવનગર

મહુવા નજીક LCBનો દરોડો: પોલીસને જોઈ બાઇક અને વિદેશી દારૂ મૂકી બુટલેગર ફરાર

June 13, 2026
જામીન પર છૂટેલા ૫ શખ્સોએ રૂપાંચ લાખ માંગ્યા: પોલીસે ૪ શખ્સોને ઝડપી લીધા
ભાવનગર

જામીન પર છૂટેલા ૫ શખ્સોએ રૂપાંચ લાખ માંગ્યા: પોલીસે ૪ શખ્સોને ઝડપી લીધા

June 13, 2026
Next Post
પાન કાર્ડમાં ખોટી રીતે છપાયું છે નામ, જાણો કેવી રીતે ઓનલાઇન અપડેટ કરી શકશો

પાન કાર્ડમાં ખોટી રીતે છપાયું છે નામ, જાણો કેવી રીતે ઓનલાઇન અપડેટ કરી શકશો

જો તમે પણ પોતાની આઇબ્રોને જાડી કરવા માંગતા હોવ તો આ નુસખાઓ અપનાવો

જો તમે પણ પોતાની આઇબ્રોને જાડી કરવા માંગતા હોવ તો આ નુસખાઓ અપનાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.