આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપે યુનિફોર્મ સીવીલ કોડને આગળ ધરીને જબરો દાવ ખેલ્યો છે અને તેના કારણે કોંગ્રેસ સહિતના પક્ષોનું ટેન્શન વધી ગયું છે. આજે સાંજે કોંગ્રેસની કૌર કમીટીની બેઠક પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને મળશે અને તેમાં યુનિફોર્મ સવીલ કોડ અંગે કઇ રીતે સ્ટેન્ડ લેવું અને ભાજપને કઇ રીતે લાભ લેતા અટકાવો તેના પર ચર્ચા થશે.
સંસદના ચોમાસુ સત્રમાં પણ આ મુદો આવશે અને જે રીતે આમ આદમી પાર્ટીએ કોમન સીવીલ કોડ અંગે અલગથી રાગ છેડયો છે તો બીજી તરફ તે દિલ્હી વટહુકમ અંગે કોંગ્રેસ તેને સંસદમાં ટેકો આપે તેવી આશા રાખે છે. તેથી કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટીને કોઇ સંદેશ આપશે તો બીજી તરફ ઉધ્ધવ ઠાકરે શિવસેના જુથે કોમન સીવીલ કોડને ટેકો આપીને જાહેરાત કરીને તેના સાંસદોને એક રાખવા કોશીશ કરી છે તો હિમાચલમાં પણ કોંગ્રેસની સરકારના મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પ્રતિભાસિંહના પુત્ર વિક્રમાદિત્યસિંહે કોમન સીવીલ કોડને ટેકો આપતા કોંગ્રેસ ચિંતામાં મુકાઇ ગઇ છે. હિમાચલ પ્રદેશમાં ચૂંટણીમાં જીત સમયે પ્રતિભાસિંહ મુખ્યમંત્રી પદના દાવેદાર હતા. પરંતુ કોંગ્રેસ પક્ષે તેમના બદલે સુખવિન્દર સુખુને સીએમ બનાવતા પ્રતિભાસિંહ નારાજ હતા તેમના પતિ વીરભદ્રસિંહ છ વખત હિમાચલના મુખ્યમંત્રી રહી ચૂકયા છે અને તેથી હવે તેમના પુત્ર રાજયના પીડબલ્યુડી મંત્રી કોમન સીવીલ કોડને ટેકો આપતા કોંગ્રેસને હિમાચલમાં પણ ડેમેજની ચિંતા છે.