ગુજરાત રાજ્યના ખેડૂતોને રાહત આપતો ઊર્જા વિભાગે નિર્ણય કર્યો છે. ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજનાની મુદતમાં ફરી એકવાર વધારો કરાયો છે,. 6 એપ્રિલ 2023 સુધીમાં રજીસ્ટર કરનારને વધારાની તફાવતની રકમ ભરવામાં મુક્તિ અપાઈ છે. કિસાન સંઘની રજૂઆતના પગલે સરકારે ફરી સ્વૈચ્છિક જાહેરાત યોજનાની મુદતમાં વધારો કર્યો છે. ખેડૂતો માટે ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજનાની મુદતમાં વધારો કરાયો છે. 31 ઓગસ્ટ સુધી યોજનાની મુદતમાં વધારો કરાયો છે. ખેતીના વીજ જોડાણને નિયમિત કરવા અંગેની યોજનાની મુદતમાં વધારો કરાયો છે. જેમાં 6 એપ્રિલ 2023 સુધીમાં રજીસ્ટર કરનારને વધારાની તફાવતની રકમ ભરવામાં મુક્તિ અપાઈ છે.