કેન્દ્રની મોદી સરકારે ગુજરાતને વધુ એક વંદેભારત ટ્રેનની ભેટ આપી છે જેનું સાતમી જુલાઈએ વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે. આ ટ્રેન સાબરમતીથી જોધપુર વચ્ચે દોડશે. સાબરમતીથી જોધપુર વચ્ચે મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, પાલી સ્ટેશને ટ્રેન ઉભી રહેશે.આ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ સોમવારથી શનિવાર સુધી દોડશે. જ્યારે રવિવારે ટ્રેનનું મેન્ટેનેન્સ કરવામાં આવશે.આ ટ્રેન જોધપુરથી સવારે 6 કલાકે ઉપડશે અને બપોરે 12.05 વાગ્યે સાબરમતી પહોંચશે. જ્યારે સાબરમતીથી સાંજે 16.45 વાગ્યે ઉપડશે અને રાત્રે 22.45 વાગ્યે જોધપુર પહોંચશે. સામાન્ય રીતે એક્સપ્રેસ ટ્રેનોને સાબરમતીથી જોધપુર વચ્ચેનું અંતર પૂર્ણ કરવામાં આઠ કલાકનો સમય લાગે છે. જે વંદેભારત ટ્રેન છ કલાક માં પૂર્ણ કરી લેશે.