ટ્વિટરના તાજેતરના વિવાદો વચ્ચે તકનો લાભ ઉઠાવતા ઇન્સ્ટાગ્રામે એક નવી એપ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જેનું નામ થ્રેડ્સ રાખવામાં આવ્યું છે. કંપની તેને 6 જુલાઈએ ટ્વિટરના હરીફ પ્લેટફોર્મ તરીકે લોન્ચ કરવા જઈ રહી છે. હાલમાં આ એપ એપલ એપ સ્ટોર પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે, ટેક્સ્ટ-આધારિત કોમ્યુનિકેશન પર એક નવો દ્રષ્ટિકોણ રજૂ કરવા માગે છે.
ઇન્સ્ટાગ્રામે યુઝર્સને થ્રેડ્સનો અનુભવ કરવા માટે એક અનોખું ફીચર રજૂ કર્યું છે. ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં ‘threads’ અથવા ‘say more’ જેવા કીવર્ડ્સ શોધતી વખતે સર્ચ બારના ઉપરના ડાબા ખૂણામાં એક ટિકિટ આઇકોન દેખાય છે. તેના પર ટેપ કરવાથી પર્સનલાઇઝ્ડ ટિકિટ જનરેટ થાય છે, જે દર્શાવે છે કે તે યુઝર્સને ક્યારે વાપરવા માટે ઉપલબ્ધ થશે.
ઇન્સ્ટાગ્રામની નવી થ્રેડ્સ એપ એવા સમયે આવી છે જ્યારે ટ્વિટર ટ્વીટ જોવાની તેની તાજેતરની ‘રેટ લિમિટ’ને કારણે યુઝર્સનું પલાયન જોઈ રહ્યું છે. ટ્વિટરના માલિક એલન મસ્કે નોન-વેરિફાઈડ યુઝર્સ પર 1000 ટ્વીટ્સ અને વેરિફાઈડ યુઝર્સ પર 10,000 ટ્વીટ્સની રેટ લિમિટ નક્કી કરી છે. જોકે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પછી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે પણ ભારતમાં વેરિફાઈડ સર્વિસ શરૂ કરી દીધી છે.
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપનું સંચાલન કરતી સોશિયલ મીડિયા કંપની મેટા દ્વારા થોડા દિવસો પહેલા આની જાણ કરવામાં આવી હતી. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, Facebook, Instagram ના વેરિફિકેશન માટે દર મહિને 699 રૂપિયા ચૂકવવા પડશે. અત્યારે આ સેવા ફક્ત મોબાઈલ યુઝર્સને જ મળશે. મેટા તેને આગામી દિવસોમાં વેબ પર પણ લઈને આવશે.
વેબ પર 599 રૂપિયા ચૂકવવાના રહેશે
બુધવારે એક નિવેદનમાં આ માહિતી આપતા, મેટાએ જણાવ્યું કે તે આગામી થોડા મહિનામાં વેબ પર 599 રૂપિયા પ્રતિ મહિનાના દરે વેરિફાઇડ સેવા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીએ એક નિવેદન આપ્યું છે કે મેટા વેરિફાઈડ સેવા ભારતમાં ઈન્સ્ટાગ્રામ અથવા ફેસબુક પર ખરીદી માટે ઉપલબ્ધ છે. લોકો આ સેવા iOS અને Android પર 699 રૂપિયા પ્રતિ મહિનાના દરે ખરીદી શકે છે. થોડા મહિનામાં અમે રૂ. 599 પ્રતિ મહિને વેબ સંસ્કરણ વિકલ્પ પણ રજૂ કરીશું.