ગુજરાત હાઈકોર્ટ શુક્રવારે (7 જુલાઈ) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા તેમની ‘મોદી સરનેમ’ ટિપ્પણી કેસમાં દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજી પર પોતાનો ચુકાદો સંભળાવશે. 23 માર્ચે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને 2 વર્ષની સજા સંભળાવી હતી. જેની સામે રાહુલ ગાંધીએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. હવે જો તેમના સસ્પેન્શન પર સ્ટે નહીં મુકાય તો રાહુલ ગાંધી પાસે ગુજરાત હાઈકોર્ટની ઉચ્ચ બેંચ સમક્ષ અપીલ કરવાનો વિકલ્પ રહેશે. હાલમાં, રાહુલ ગાંધી 2 + 6 વર્ષ માટે સંસદ સભ્ય તરીકે સસ્પેન્શન હેઠળ છે.
આ કેસમાં રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે. ત્યારબાદ તેમણે 3 એપ્રિલે સુરત સેશન્સ કોર્ટમાં તેમની સજાના આદેશને પડકાર્યો હતો. તેમણે તેમની સજા પર રોક લગાવવા માટે અરજી પણ કરી હતી. રાહુલ ગાંધીને જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ 20 એપ્રિલે તેમની સજા પર રોક લગાવવાની અરજી ફગાવી દેવામાં આવી હતી.