ભાવનગર, તા.૬
સંસ્કાર ભારતી અને ૐ શિવ કલા સંસ્થાના ઉપક્રમે ગુરૂપૂર્ણિમાના પર્વની ભાવ અને કલા સભર ઉજવણી થઈ હતી. શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે ‘ગુરૂપૂર્ણિમા ઉત્સવ-૨૦૨૩’નું આયોજન થયું હતું. આ કાર્યક્રમ દરમિયાન શહેરની પ્રતિષ્ઠિત ૨૪ સંસ્થાના ૨૦૦ કલાકારો દ્વારા ૪ કલાકનો રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યો હતો તો કલાગુરૂઓની વંદના સાથે કાર્યક્રમ ભાવપૂર્ણ બન્યો હતો.
કલાગુરુ મહેન્દ્રભાઈ Âત્રવેદી અને કલાકારો દ્વારા નટરાજ પૂજન અને મંગળદિપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો તો સ્વાગત પ્રવચન સંસ્કાર ભારતી અધ્યક્ષ ભરતભાઈ પંડયાએ કર્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધનમાં મહેન્દ્રભાઈ Âત્રવેદીએ કલા નગરીની આ ભાવના અને લાગણીને વંદન કર્યાં હતાં. કાર્યક્રમમાં ઉપÂસ્થત ન રહી શકેલ જાણીતા ઉદ્યોગપતિ કોમલકાંત શર્મા દ્વારા શુભેચ્છા સંદેશ પણ મળ્યો હતો.
ગુરૂપૂર્ણિમા ઉત્સવ કાર્યક્રમમાં સંગીત, ગાયન, વાદન, કથક નૃત્ય, ભરતનાટયમ, લોકનૃત્ય, યોગ નાટકની પ્રસ્તુતિ સાથે રંગમંચ કલામય બની ગયું હતું. ગિરિરાજભાઇ ભોજક, પ્રેમચંદભાઇ ઝા, મધુકરભાઇ ઉપાધ્યાય, રાજેન્દ્રભાઇ અંધારિયા, નીપાબેન ઠકકર, જીગરભાઇ ભટ્ટ, હિરેનભાઇ વૈશ્નવ, વિવેકભાઇ પાઠક, શિલ્પાબેન અંધારિયા, પ્રિતિબેન ઓઝા, મૈત્રીબેન અંધારિયા, વિણાબેન ગોહિલ, રાજેશ્રીબેન પરમાર, તૃષ્ણાબેન દેસાઇ, ચારૂબેન જાની, જાનવીબેન સોની, જીજ્ઞાબેન ભટ્ટ, વિનીતાબેન ઝાલા, જલ્પાબેન ડેલીવાલા, ગીતાબેન અગ્રાવત, રેવતુભા, ૐ શિવ સંસ્થા તથા સંસ્કાર ભારતી, ભાવનગર સમિતિના કલાકારોએ કરેલી આ પ્રસ્તુતિથી ઓડિટોરીયમમાં ઉપÂસ્થત હાઉસપેક ઓડિયન્સ મંત્રમુગ્ધ થયું હતું.
કાર્યક્રમના અંતે આભાર વિધિ દિલીપભાઈ દવેએ કરી હતી તો કાર્યક્રમનું સંચાલન સમીરભાઇ વ્યાસ અને અશોકભાઈ પટેલએ કર્યું હતું