રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરુઆત થઇ ચુકી છે. વૂીતેલા દિવસોમાં રાજ્યમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો અને હવે વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો છે. રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે પણ રાજ્યના અનેક સ્થળે વરસાદ નોંધાયો હતો
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. 4 દિવસ રાજ્યમાં મેઘાની જમાવટ રહેશે. આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદ પડશે અને તેના કારણે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.
આજે જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ, ભાવનગર, જામનગર, કચ્છ સુરત અને નવસારી તથા વલસાડ અને આણંદ તથા વડોદરામાં ભારે વરસાદ પડશે જ્યારે આવતી કાલે 9 જુલાઇએ કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં ધોધમાર વરસાદ પડશે. 10 જુલાઇએ કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદ પડશે અને 11 જુલાઇએ બનાસકાંઠા તથા પાટણ જિલ્લામાં ભારે વરસાદ પડશે.